આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


તરલા-“ચંદાભાભી, મારા જીવનનો જ્યારે વિચાર કરું છું ત્યારે મને એમજ લાગે છે કે હજી આપણી સ્ત્રીઓને કેળવવામાં બહુ ભૂલ થાય છે. નવી કેલવણીમાં, નવા સંસારસુધારામાં આપણા દેશનું વાતાવરણ જોયા વિના, અમુક જ જ્ઞાતિ કે સમૂહમાંથી જ અમુક જ વિચાર-આચારનાં મનુષ્ય મળી શકે છે એમ જાણતાં છતાં સ્ત્રીઓ અને કન્યાઓને વધારે સ્વતંત્ર વિચારથી કેળવવામાં આવે છે, અને પરિણામે કન્યાઓની કોમળ લાગણીઓ વિનાઅંકુશ ખીલે છે અને તેથી કેવળ લાગણીનો આવેગ બળવાન થાય છે. ચંદાભાભી, બીજે ક્યાં જાઉં ? મારી પોતાની જ વાત. હવે મને સાંભરે છે કે હું નિશાળે જતી ત્યારથી ઘરમાં પણ જુના વિચાર પ્રત્યે મ્હારા વડિલને અભાવ હોવાથી, સ્ત્રીઓ ગુલામ ગણાઈ છે માટે એને સ્વતંત્રતા આપવા, મ્હારા વર્તન-વિચાર ઉપર જરા પણ કાબુ રાખવામાં આવ્યો નહી. મન માને તેની સાથે છૂટથી હું બોલતી. બોલવામાં, મનના વિચાર દર્શાવવામાં, ગમે તે વાંચવામાં મને બાધ નહોતો. હું મ્હોટી વયે પરણવાની હતી એ વાત ખરી, પણ તે સાથે નિશાળમાં તેમજ ઘર આગળ બીજી બહેનપણીઓ સાથે કેવી વાતો થાય છે તે મ્હારાં વડિલો જાણતાં નહોતાં. આથી વર-વહુ ઉપરાંત અનેક ન ઈચ્છવાજોગ, લુગડાં ઘરેણાં, ફેશનની અને લાગણી ઉશ્કેરાય એવી વાતો થતી. પરંતુ ભલું થજો મ્હારી માનુ કે એની ચોકસાઈથી મ્હને મળેલાં નીતિબળથી જ હું સારી પવિત્ર રહી શકી.”

વીણા - તરલાબહેન, તમારું કહેવું યથાસ્થિત છે. હાલમાં સુધરેલાં કુટુમ્બોમાં કન્યાઓને સ્વતંત્રતા આપવા જતાં તમારા જેવું જ પરિણામ આવે છે. લાગણીઓની જરૂર છે, પણ એ લાગણીઓ આપણે કબજે રહેવી જોઈએ.

ભૂજંગલાલ-ચંદા બ્હેન! સ્ત્રીઓમાં જ આ સ્થિતિ છે એમ નહી. યુવાનોમાં પણ એ જ પરિણામ આવતું જાય છે. સરસ્વતીચંદ્ર, કલાપી તેમજ લાગણી ઉશ્કેરાય એવી નવલકથાઓ વાંચવાથી, મને