આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧
બે હરીફ.

 અંતર વધ્યું હતું, અને વાત પણ સાચી હતી. અરવિન્દને વિનોદ માટે માન નહોતું એટલું જ નહિ પણ તેને માટે બહુ જ ખરાબ અભિપ્રાય હતો. વિનોદનું જીવન જ વિનોદમય હતું. ક્ષણભર મોજ, ખાવું, પીવું અને સંસારસુખ ભોગવવું એ શિવાય બીજું શું કરવાનું છે? એ એનો પ્રશ્ન હતો. ક્ષણિક જીવનમાં ક્ષણિક યુવાવસ્થાના આનંદ ન ભોગવીયે તો પછી ભોગવવા ક્યારે ? આ એના જીવનને હેતુ હતો.

અરવિન્દને જોતાં જ બટકબોલી વિનોદ બેલી, 'ઓહોહો! અરવિન્દકુમાર ! આ નર્કાપુરી વગર ચાલ્યું નહી કે ? નહોતા આવવાના ને ક્યાંથી આવ્યા ? આ નર્કાપુરી સ્વર્ગ બની ગઈ કે તમે બગડ્યા?' આટલું બોલી વિનોદ લીલા સામું જોતી ખડખડાટ હસી.

'વિનોદ બહેન ! આટલે વર્ષે મારા શબ્દ મ્હને સંભારી આપો છો તે તમારો ઉપકાર! ખરે એ શબ્દ જબરી અસર કરી હો!'

'તો ! હું તો દરેકે દરેક વાત ધ્યાનમાં રાખું છું. સમજ્યા ? કેમ લીલા ! વાટ્ય જોવડાવીને આવી નહિ ? મયદાનીઆમાં ગઈ હતી ?'

બે સખી વાતમાં પડી અને અરવિન્દ ઉઠવા જતો હતો ત્યાં લીલાની માતા બોલી,

'અરવિન્દ ! મુંબાઈમાં ક્યાં સુધી રહેવું છે ? બહુ વખત નહિ રહેવાના હો. ત્હમારી જાગીર તમારા વિના સૂની પડશે, કેમ ખરું ને? વળી તમે ત્યાંના ઓનરરી માજીસ્ટ્રેટ પણ ચો ને ?

'ના જી. એનું તે મ્હેં રાજીનામું આપી દીધું છે. હું અહીં થોડા દિવસ રહીશ.'

એટલામાં બે ચાર જણનાં પગલાં સંભળાયાં અને લીલાનું બેન્ડસ્ટેન્ડ ઘરમાં જ થયું.

આ આવનારાઓમાં એક તરફ લીલા, વિનોદ અને લીલાની માતાની નજર હતી. એને જોતાં જ વિનોદ–પરણેલી વિનંદનું હૈયું ઉછળવા લાગ્યું, આંખ વિશાળ થઈ, મ્હોં મલકાયું. લીલાને હૃદયમાંથી સંતાપ ગયો, પણ તેને બદલે શરમ સ્પષ્ટ દેખાઈ. એની આંખો