આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


નીચી નજરે એ મૂર્તિને જોવા લાગી. અને લીલાની માતા તો ઘડીમાં અરવિન્દ તરફ તે ઘડીમાં એની તરફ જોઈ સરખામણી કરવા લાગી.

અરવિન્દને તરત જ લાગ્યું કે એજ ભૂજંગલાલ હોવો જોઈએ. અરવિન્દ દુશ્મનને પણ અન્યાય કરે એવો નહતો. ભૂકંગલાલને જોતાં જ-એને પોતાની જાત સાથે સરખાવતાં જ લાગ્યું કે ભૂજંગલાલ દેખાવે એવો હતો કે સ્ત્રી જાતને પ્રિય થઈ પડ્યા વિના રહે જ નહી. ઉંચો, બાંધી દડીનો, ગૌર વદનનો, માંસલ શરીરનો, મોહક ચહેરાનો ભૂજંગલીલ નેત્ર અને હૃદયને ઠારે એમ હતું. એનો ડેસ, એની વાળ ઓળવાની છટા, એની ઘડીયાળમો અછોડો, એનો રૂમાલ, એનો કફ, કોલર એના સૌદર્યમાં વધારે કરતા હતા. ઈશકી જવાનને બદલે એક હોંશીયાર, બુદ્ધિશાળી, રાજકુમારમાં ખપી જાય એવો હતો. ભૂજંગલાલે વિનોદ-લીલાને નમસ્કાર કર્યા. અરવિન્દ પોતાના હરીફ અને લીલાના ચહેરા સામે જોતો ઉભો રહ્યો, એટલામાં લીલાની માતાએ આવી એકબીજાની ઓળખાણ કરાવી.

'અરવિન્દ! આ ભૂજંગલાલ !'

'ભૂજંગલાલ! આ અરવિન્દ !'

તે બન્નેએ શકહેન્ડ કર્યા.

'અરવિન્દ હું તમને આવ્યો તેવામાં જ મળવાનો હતા, પણ એટલામાં તે તમે ચાલ્યા ગયા.'

ભૂજંગલાલના આ શબ્દ વિનોદને કાને પડ્યા અને અરવિન્દને ચ્હીડવવામાં આનંદ માનતી વિનોદ બોલી ઊઠી–

'અરવિન્દ કુમારને શહેરમાં રહેતાં કીડી ચડે છે. આ નર્કાપૂરી લાગે છે. એમને તો ગામડું એ જ સ્વર્ગ લાગે છે.'

ભૂજગલાલે વિનોદ તરફ જોયું, સહેજ સ્મિત હાસ્ય કર્યું ને અરવિન્દને કહ્યું:

'ત્યારે તો સામાન્ય રીતે ગામડાનું જીવન ગમે છે એમને ? એ નિરસ, નિરૂદ્યમી નથી લાગતું? શિયાળામાં તો લાગતું જ હશે.'