આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


તમારી પ્રિય વસ્તુ બીજો લેવા આવે તો કેવી સંતાડી દો છો ? એ વસ્તુનો કોઈ હકદાર જાગે છે જાણી તમને કેવો આઘાત થાય છે? ભૂજંગલાલને એવો જ આઘાત થયો. પોતાના હાથમાંથી લીલા ઝુટાઈ જતી હોય–અત્યારે જ ગઈ હોય એમ લાગ્યું, અને એનો આનંદ ક્ષણવાર ઉડી ગયો. પરંતુ ભૂજંગલાલ પહોંચેલ, દુનિયાનો અનુભવી હતો એટલે ઠાવકું મોટું રાખી બોલ્યો,

'ચાલો ! ટ્રેઈન આવી.'

ટ્રેન આવી અને સ્ટેશન ઉપર ધમાલ ચાલી. મજુરની બુમાબુમ, તેડવા આવેલા પોતાના પ્રિયજનને બોલાવતા, બુમો પાડતા આમતેમ દોડવા લાગ્યા. ગાડી ઉપડી જશે ને હમે રહી જશું એ બીકે ઉતારૂઓને ગભરાટ રોજના મુસાફરને હસાવવા બસ હતા. ભૂજંગલાલ સેકન્ડ કલાસના ડબા પાસે આવ્યો અને પોતાની માતાને જઈ નંદા. ભૂજંગગલાલની માતા હતી એટલે જ ભૂજંગલાલ નંદા પ્રત્યે કાંક માન રાખતો; બાકી એની સાથે પરિચય પડ્યા પછી એના પ્રત્યે શુદ્ધ લાગણી કે મળવાની ઉત્સુકતા રહે એમ નહોતું. માતાપુત્ર એક બીજાના ગુણદોષ સમજતાં હતાં અને એ જ પ્રમાણે વર્તતાં હતાં.

માતાને ઉતારવા બારણું ઉઘાડે છે ત્યાં એક યુવાન, સુઅંદર્યયુક્ત કન્યા ઉતરી. ઉતરતાં પેલી કન્યાએ સામું જોયું, એ બન્નેની ક્ષણવાર આંખ મળી. પેલી કન્યાના નેત્ર મારફત હૃદયમાં ભૂજંગલાલની છબી પડી. પણ એ છબી કાચ ઉપર ઉઠી કે નહિ તે કહી શકાતું નથી. આ ચહેરો જોયો હોય-વખત છે તરલા જ હોય એમ ભૂજંગલાલને લાગ્યું પણ અત્યારે એનો વિચાર કરવાનો સમય નહોતો. જાજરમાન માતા હજી ડબ્બામાં હતી, એને એનો સામાન ઉતારવાનો હતો અને ગાડી બહુ વાર ઉભી રહે એમ નહોતું. નંદા પુત્રને જોતાં જ તૈયાર થઈ પાસે પડેલી પૈસાની થેલી હાથમાં લટકતી રાખી, રૂમાલ વડે મ્હોં લ્,ંઉય્ઓ અને સામાન ગણી લેવા મજુરને કહી નીચે ઉતરતાં પુત્રને કહ્યું,