આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૮
તરલા અથવા ઉર્મિનો આવેગ

 ને આવતાં વાર થતી, કોઈ સ્ત્રીમંડળમાં જઈ આવ્યો એમ કહેતો ત્યારે અને ક્ષણ વાર-પહેલી પળે ચંદા બળી જતી, પતિ ઉપર અણવિશ્વાસ લાવતી. બ્હારથી આવતાં ક્યાં જઈ આવ્યા એ પ્રશ્ન પહેલી પૂછતી. આમ છતાં વસન્તલાલની પૂર્ણ વફાદારીને લીધે અને આવી આવી નાની શંકાને અંતે થતા પશ્ચાતાપને લીધે, આ બંને વચ્ચે સંબંધ બંધાયો, ગાઢો થયો અને ત્હેમનાં જીવનનું વહાણ શાન્તિથી, કોઈ કોઈ વાર ન્હાના વાવાઝોડા સહન કરતું. ચંદાને પોતાનો અનુભવ હતો એટલે, લીલાની સ્થિતિ સમજી હતી, અને એટલા જ પુરતી એ બેવડી દુઃખી થઈ હતી. અધુરામાં પુરૂં એનાં બન્ને છોકરાં આ વખતે જ માદાં હતાં.

'ચંદા ! શું કરવું?'

'પિતાજી! હું આવત પણ નાના છોકરાંને લઈ હું ક્યાં આવું ? બા અને લીલાને જવા દો. તમે મુકી આવા અને આઠે દહાડે એક વાર જઈ આવજો. હું પણ એકાદ વાર આવી જઈશ.'

'સાંભળ્યું ચંદા કહે છે તે ? તું જાય પછી મારું શું ?

'હું તમારી અગવડ સમજું છું. પણ આ લીલુડી ખાતર આપ સહન કરવું જોઈએ. તમે અહીં જ રહો. હું ને લીલુ જઈશું.'

'જેમ તારી મરજી.'

લીલા જરાક આઘે પલંગમાં પડી પડી અસ્વસ્થ શરીરને લીધે આળોટતી હતી. તેણે પોતાના પિતા, માતા અને બ્હેન વચ્ચેની વાર્તા સાંભળી અને ધીરેથી બોલી,

'બા ! પિતાજી નહી આવે? આવવે તો શું ? મને એમના વિના નહી ગમે.'

લીલાના આ શબ્દ કોમળ માતપિતાના હદયને વિધી નાખ્યા. ચંદા અને માતાની આંખમાં જળજળીયાં આવ્યાં. પિતાનું હૃદળ બળી ગયું. પરંતુ હિંમત રાખી લીલા પાસે ગયા. નીચા પડી ત્હેના માથા ઉપર હાથ ફેરવ્યો, ખાટલા ઉપર બેઠો, લીલાનું માથું ખોળામાં લીધું,