આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


પ્રકરણ ૨ જું.
શણગારભાભીને ત્યાં પાર્ટી.

સુરતમાં “શણગારભાભી'ના નામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. શણગારભાભીના પતિ તરીકે જ ઝવેરભાઈ ઓળખાતા હતા. વ્યાપારમાં ઝવેરભાઈ મશગુલ હતા. પૈસાને અંગે ઓફીસરો, સાહેબ ને પારસીઓમાં ફરવું પડતું. કેાઈ જાહેર મીટીંગમાં ઝવેરભાઈ અથવા શણગારભાભી ન હોય એમ બને જ નહી શણગારભાભીને પિતા તેમ જ પતિને પૈસો આવ્યો હતો અને નાનપણથી મુંબઈમાં રહેલાં હોવાથી ફરવું, હરવું, મજલસ ગમતી. કોઈ ને ત્યાં પાર્ટી કરવી હોય, કોઈને વિવાહ માંડવા હોય કે ભાગવા હોય તો શણગારભાભી પહેલાં પોતાને ત્યાં જાતજાતની, પાડપડોશીની ઉમર લાયક છોકરીઓને ભરવા ગુંથવાનું શિખવવાને બહાને બોલાવતાં; અને શણગારભાભી શુંગારની [૧] આડકતરી વાત કાઢી, ન્યાતના કુંવારા છોકરાઓની વાત કાઢી, ત્હેમની રસિક વૃત્તિઓ ખીલવતાં.

તરલા નાનપણમાં શણગારભાભીને ત્યાં જતી, પરંતુ વસ્તુસ્થિતિ [૨] જોઈને, સમજ આવતાં સદ્દભાગ્યે ત્યાં જતી બંધ પડી હતી. એને લાભ એ જ થયો હતો કે એનો વિવાહ-સગાઈ થઈ ગઈ હતી. એટલે બીજાના વિચાર આવે એમ નહોતું, અને કુંવારી એટલે સગાઈ વગરની જીંદગી ભોગવતી મોટી કન્યાઓનો એને અનુભવ નહોતો. પરન્તુ તરલા મુંબાઈ ગઈ–ત્યાં બે દિવસમાં ' સોસાઈટી ' જોઈ -ભૂજંગલાલ જેવા અનેક પુરૂષો જોયા અને તરલ હૃદયની તરલાના અંતઃકરણમાં ખળભળાટ શરૂ થયો. એ ખળભળાટ શાથી થાય છે, સારો છે કે કેમ તે એ સમજી શકી નહીં.

શણગારભાભીનો ઠસ્સો હજી એવો ને એવો જ હતો. લુગડાં, રંગ-પાવડર અને સુધરેલા જમાનાનાં સાધનોથી જેમ બને


  1. ૧. પ્યાર.
  2. ૨. ખરી હાલત.