આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪ : ઠગ
 


મેં 'જોયો હશે.' એટલા જ શબ્દોમાં તેને જવાબ આપ્યો.

‘હું આપને ફરી મળીશ.' આટલું બોલી અત્યંત ત્વરાથી જાદુગર ત્યાંથી ચાલતો થયો.

ખાણા માટે ગોઠવાયેલા મેજ આગળ આવતાં જ મને લાગ્યું કે કાંઈ વિચિત્ર બનાવ બન્યો છે. સહુના મુખ ઊતરી ગયાં લાગતાં હતાં. નામદાર સાહેબ અને તેમના બાનુ સહુ કોઈને હસતે મુખે આવકાર આપતાં હતાં, તેમનાં હસતાં મુખ પાછળ કોઈ દિલગીરી ઢંકાયેલી જણાઈ.

મેં મારી સાથે ખાણા ઉપર બેઠેલી બાઈને આનું કારણ પૂછયું. તેણે જણાવ્યું :

‘નામદાર સાહેબનાં પત્નીનાં ગળામાંથી એક અમૂલ્ય મોતીનો કંઠો હાલ જ ચોરાઈ ગયો છે !’