આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બલિદાન : ૧૩૫
 


‘જેટલા બની શકે એટલા નાયકો અહીં ભેગા થયા છે. એક દિલગીરીભરી ફરજ બજાવવાની છે.’

કોઈએ કહ્યું:

‘સમરસિંહને આવવા દેવો જોઈએ.'

આગેવાને કહ્યું :

‘એ આવ્યો હોત તો મને પણ ઉપયોગી થઈ પડત. એની રાહ હવે જોવાય તેમ નથી. આજનો દિવસ છેલ્લો જ દિવસ છે. દુશ્મનો સાથે મળી જવાનો આરોપ આયેશા ઉપર પુરવાર થયો છે. અને આ ગોરી બાઈનો ઘમંડ તેને જીવતી રહેવા દે એમ નથી. આજ એ બંનેનો ભોગ ભવાનીને આપવાનો છે. તે ક્રિયા નિહાળવા આપને આમંત્રણ આપ્યું છે.

આગેવાનનો અવાજ મને સહજ પરિચિત લાગ્યો. સમરસિંહની અને આઝાદની સોબતમાં મેં કૈંક ઠગ લોકોને જોયા સાંભળ્યા હશે.

'હું તેમનો ભોગ આપવાની વિરુદ્ધ છું.' ટોળામાંથી કોઈ બોલ્યું. એ કોણ હશે તે હું સમજી શક્યો નહિ.

‘આમ બોલીને તમે તમારી આફતોમાં વધારો કરો છો. ભોગ વગર ભવાની પ્રસન્ન કેમ થશે ? તમારે માથે કેટલું સંકટ છે તે તમે જાણો છો ?' આગેવાને કહ્યું.

કોઈએ કાંઈ ઉદ્દગાર કાઢ્યા નહિ. જરા રહી આગેવાને કહ્યું :

પ્રથમ બંને બાઈઓની ટચલી આંગળી કાપી તેમના રુધિરથી સહુને ચાંદલા કરવા હું પૂજારીને ફરમાન કરું છું.’

મારું હૃદય ચણચણી ઊઠ્યું. આ કેવી ક્રૂરતા ? આ આછો પરિચિત અવાજ કોનો હતો ? કયો પૂજારી એમની આંગળીઓ કાપશે ? હું શું કરી શકું? સમરસિંહ કાંઈ પણ કરશે કે કેમ ? આવા આવા વિચારો મને એકદમ આવી ગયા. સહજ સમય ગયો છતાં કોઈ પૂજારી ઊઠતો લાગ્યો નહિ.

‘શા માટે તમે અટકો છો ? આયેશા મારી બહેન છે. તમારા કોઈના કરતાં પણ તેને બચાવવા માટે હું વધારે મથું તો વાસ્તવિક ગણાય. પરંતુ આપણી બિરાદરી આપણા કોઈ પણ સગપણ કરતાં વધારે નજીક છે. ચાલ, ભોળાનાથ ! તૈયાર થા.’

આયેશાના ભાઈ ખાનસાહેબ આ ફરમાન કરતા હતા. એ સ્પષ્ટ થયું. એમની જ તપાસમાંથી આયેશા અને સમરસિંહે મને બચાવ્યો હતો. એક હથિયારબંધ પુરુષે પોતાનો મુખવટો કાઢી નાખ્યો; તેના કપાળ ઉપર તિલક હતું; તેના ગળામાં રુદ્રાક્ષની માળા હતી; એની આંખ બહુ જ કપરી