આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ : ૨૧૫
 

સરખાવવામાં આવે છે. શિકારનો પણ ચડસ લાગે છે; એ પ્રમાણે માણસો મારવાની પણ ટેવ પડે છે એમ એ લેખકોની ધારણા છે. કર્નલ સ્લિમાને એક વખત ફિરંગિયા ઠગની જુબાની લેતાં પૂછ્યું :

‘તમને દયા નથી આવતી ?’

‘દયા તો આવે છે, પણ દેવીની આજ્ઞા માનવી જ જોઈએ. વળી દેવીનો ગોળ ખાધા પછી અમારા લોકોની દયા ઓસરી જાય છે.’

ખૂન કર્યા પછી ઠગ લોકો મિજબાની કરતા એટલે કે દેવીને નૈવેદ્ય ધરાવતા. તેમાં પ્રસાદ તરીકે ગોળ ધરાવાતો અને વહેંચાતો. એ ગોળ ખાધાથી ગમે તેવા માણસમાં ખૂન કરવાનું જોસ આવે છે એવી તેમની માન્યતા હતી.

એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જાનવર મારવાં અને માણસ મારવાં એ શું સરખું છે ? ટેવ પડ્યાથી ખૂન કરવાની આવડત અને નિર્દયતા વધી જાય એ ખરું, પરંતુ ભવાનીની આજ્ઞા એ શું માત્ર યથેચ્છ ખૂન કરવાની વૃત્તિ સૂચવે છે ? એવી ઘેલછા - એવો શોખ પૂરો પાડવા માટે સેંકડો ઠગની ટોળીઓ સેંકડો અને હજારો ગાઉની મુસાફરી કરે ખરી ? લૂંટનો ઉદેશ નહિ, સ્ત્રી બાળક અને સાધુ વગેરેને મરાય નહિ, લોહીનું ટીપું પણ પડે નહિ. મૃત મનુષ્યનાં બાળકોનું પોતાનાં જ બાળકોની માફક પોષણ થાય, ખાનગી જીવન આર્દશ શહેરી તરીકે પસાર થતું હોય, એવા સંજોગોમાં છેક ઉદ્દેશ રહિત ખૂન થાય એ માની શકાશે ખરું ?

દેવી તો માત્ર રાક્ષસ, રાક્ષસી સત્ત્વ અને રાક્ષસી મનુષ્યોની જ વિરોધી છે. એમાંથી કાંઈ ઉદ્દેશનો ધ્વનિ શું નથી નીકળતો ? રાક્ષસની વધતી જતી સંખ્યાને ગૂંગળાવવા ઉપજાવેલા મનુષ્યો રાક્ષસી મનુષ્યોને મારવાનો જ ઉદ્દેશ ધરાવે એ માનવું વધારે સરળતાભર્યું લાગે છે.

ઠગ લોકોની એક દંતકથા સૂચક છે. ઠગ લોકોની શરૂઆતની ભૂમિકામાં ભવાની જાતે આવી મારેલા માણસોનો ભક્ષ કરી જતી હતી. પણ તેમાં એક શરત એવી હતી કે માણસને ગૂંગળાવ્યા પછી એ સ્થળને છોડી દેતી વખતે ઠગ લોકોએ પાછું વાળીને જોવું નહિ. એક વખત નવા ઠગદક્ષિતે ભૂલથી પાછળ જોયું. અને ભક્ષ કરતી દેવી ક્રોધે ભરાઈ. તેણે તે દિવસથી મૃત દેહનો ભક્ષ કરવાનું બંધ કર્યું. ઠગ લોકોએ ખૂબ વિનંતી કરી એટલે દેવીએ પોતાનો એક દાંત કાઢી આપ્યો; એને કોદાળી તરીકે વાપરવા સૂચના કરી. દાંત એ ભક્ષનું સાધન છે એટલે દેવીએ આવો તોડ કાઢી મૃતદેહને દાટી દેવાની જવાબદારી ઠગ લોકો ઉપર નાખી.

આ કોદાળીની ભારે પૂજા કરવામાં આવતી. ઠગ લોકો એના તરફ