આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ: ૨૨૩
 
they return to India and are succeeded by other adventurers they have neglected to preserve any record of their first settlement, and subsequent progress in this quarter of Russia.


ગુજરાતી ભાવાર્થ
જ્યોર્જ ફોરસ્ટર નામના અંગ્રેજી મુસાફરે બંગાળથી ઈગ્લાંડ સુધીની ખુશ્કી માર્ગની કરેલી સને ૧૭૮૨થી ૧૭૮૪ સુધીની મુસાફરીના વર્ણનમાંથી ઉતારો.
* * *
પાન ૨૯૧ - આ સ્થળે એક વિગત મારે જણાવવી જોઈએ. અમારી સાથે બાકુ શહેરથી અમે પાંચ હિંદુઓને લઈ આવ્યા. એમાંના બે મુલતાનના વ્યાપારીઓ હતા, અને ત્રણ સાધુઓ હતા. સાધુઓના બે જણ બાપદીકરો થતા હતા અને એક સંન્યાસી (Sanyasee) હતો. આ સંન્યાસી આનંદી અને તેજદાર સ્વભાવનો યુવક હતો. એના મન અને શરીરની અજબ સ્ફુર્તિનું મિશ્રણ તેને પૃથ્વીપરિક્રમા કરવા પ્રેરતું હતું. એ સંન્યાસી એવો મસ્ત હતો કે એને મુસાફરી કરવાની મળે એટલે એને બસ થઈ જતું. પછી કયે માર્ગે એણે જવું અગર ક્યારે મુસાફરી પૂરી કરવી એ વિષે એને જરાય કાળજી ન હતી. ચાલ્યા કરવું – ગતિમાં રહેવુ એ જ એનો શોખ !
બાકુના હિંદુઓએ આ સંન્યાસીની ઝીણી ઝીણી જરૂરિયાતો પૂરી પાડી હતી ને રશિયાના આડતિયાઓને એની ભાળવણી કરી હતી. રશિયાથી મારી સાથે ઇન્ગ્લ્ંડ આવવાની પણ તેની તૈયારી હતી. મુલતાની હિંદુઓ તો આસ્ટ્રાખાન શહેરમાં વ્યાપાર માટે જ જતા હતા.
* * *
આસ્ટ્રાખાન શહેરમાં દેશના મૂળ નિવાસી નાયગન તાર્તરોની અને થોડા હિંદુઓની વસતી હતી. આ શહેર યુરોપ અને એશિયાની સરહદ ઉપર આવ્યું છે, એને લીધે જગતના કોઈ પણ સ્થળ કરતાં આ શહેરમાં જુદી જુદી પ્રજાઓની વિવિધતા ઘણી વધારે જોવામાં આવે છે. અહીં ધર્મ ઉદારતા પણ ઘણી જ વધારે છે. આ શહેરમાં ખ્રિસ્તી દેવળો, મુસ્લિમ મસ્જિદો અને હિન્દુ મંદિરો તમે તદ્દન સેળભેળ થઈ ગયાં હોય એટલાં પાસે પાસે આવેલાં જોશો... આસ્ટ્રાખાનમાં હિંદુઓ પ્રત્યે બહુ જ ઉદાર વર્તન