આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪: ઠગ
 

રાખવામાં આવે છે. અહીં આવનાર હિંદુઓ થોડી મિલકત થાય એટલે પોતાને દેશ પાછા ફરે છે, અને નવા સાહસિકો તેમના દેશમાંથી આવી તેમનું સ્થાન લે છે... હિંદુઓનો વસવાટ આસ્ટ્રાખાનમાં પ્રથમ ક્યારે થતો તેનો દાખલો રાખવાનું તેઓ ચૂક્યા છે, અને રશિયાના આ પ્રદેશમાં પોતાના પ્રથમ વસવાટ પછી શી પ્રગતિ કરી તેનો પણ ઇતિહાસ તેમની પાસે નથી.

♦♦♦