આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
 
લૂંટાતો સંઘ
 


રખેવાળો સંઘ તરફ ગયા અને સંઘના માણસોને ઝાડની ઘટા નીચે દોરી લાવ્યા. કેટલાક માણસો રથમાંથી અને ગાડાંમાંથી ઊતરવા લાગ્યાં. રખેવાળોએ જણાવ્યું કે કોઈએ એ સ્થળે ઊતરવાનું નથી, પાસે ગોરા સાહેબની છાવણી પડી છે ત્યાં પહોંચી જવું. અહીં તો જરા બળદને આરામ આપવો, અને પાણી પાવાની તજવીજ કરવી, એ ઉપરાંત જરા પણ થોભવું નહિ.

પરંતુ સંઘના રક્ષકોમાં તેમ જ સંઘના આગેવાનોમાં કેટલાક વધારે પડતા ડાહ્યા માણસો હતા. તેમણે ઘોડેસ્વારોની સૂચનામાં વાંધા કાઢ્યા.

લશ્કરની છેક નજીક જવું એ બરાબર ન કહેવાય. ગમે તો અંગ્રેજોનું લશ્કર હોય, તોપણ બૈરાંછોકરાંના સાથમાં તેની છેક નજીક જવાથી ખરાબ પરિણામ આવવાનો સંભવ કોઈએ બતાવ્યો. લશ્કરીઓ સદા તોફાની જ હોય એટલે ત્યાં બૈરાં ઊતરે એમાં સારા ગૃહસ્થ ઘરની માઝા ન સચવાય એમ વળી કોઈએ કહ્યું. સહજ છેટે રહેવાથી તેમનાં તોફાન જોવા ન પડે અને જરૂર પડ્યે તેમનું રક્ષણ મેળવી શકાય એવી રીતે રહેવાની સૂચના અપાઈ. આવી અનેક મસલતો ચાલ્યા પછી એ જ સ્થળે રાતવાસો ગાળવાની બધાએ સંમતિ આપી. છોકરા આનંદમાં આવી ઊતરી જઈ કિલકારી કરવા માંડ્યા. બૈરાંઓ પોતપોતાની પોટલીઓ છોડી નીચે ઊતરી જમવાજમાડવા તૈયારીઓ કરવા લાગ્યાં; પુરુષો આમતેમ ગપ્પાં મારતા ફરવા લાગ્યા, અને ધીમે ધીમે પેલા બાવાઓની સાથે વાતો કરવામાં મશગૂલ બન્યા. મને લાગ્યું કે આ લોકો હાથે કરી ઠગ લોકોમાં ફસાવા માગતા હતા. ! સ્વારોની સલાહ તેમણે માની હોત તો ? પરંતુ તે સલાહનો અમલ થાત કે કેમ એ શંકાભરેલું હતું એમ મને પછીના પ્રસંગ ઉપરથી લાગ્યું.

અમારી સાથે વાતે ચડેલો સાધુ સહજ અંધારું થતાં ઊઠ્યો અને બીજા સાધુઓ જ્યાં રસોઈ કરતા હતા ત્યાં ગયો. એક ઝોળીમાંથી તેણે કોઈ પ્રતિમા કાઢી અને એક બાજઠ ઉપર તેને ગોઠવી, પાસે દીવો સળગાવ્યો, અને કંઈક સંસ્કૃત ભાષામાં સ્તવન કરવા લાગ્યો. બધા