આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક બીજે : એમાં આજે સંપ્રદાયને નામે જે ઓળખીએ છીએ તેવું કાંઈ સ્થાપવાનો સંબંધ જ નથી; અને તેથી કશું સિદ્ધ પણ થઈ શકતું નથી. પણ એમ માનીએ કે એ રીતે શ્રીકૃષ્ણ સંપ્રદાયની સ્થાપના કરી હતી, તોયે એ તમારે જ સંપ્રદાય એમ શા પરથી માનવું ? મહંત : ૮સંપ્રદાયનાં તેમજ ભાગવતધર્મનાં બીજા શાસ્ત્રો પરથી. ભગવાને સ્વયં કહ્યું છે કે હું વૈષ્ણના સમૂહમાં સદૈવ વસું છું. જ્યાં નારાયણના નામનો જપ થાય છે ત્યાં એનો વાસ છે જ. નવુજ : એ પણ જુદા જ સંબંધનાં વાક્યો છે. વળી એથી કશુંયે સિદ્ધ થતું નથી. ૧૦વૈષ્ણવનાં ચિહ્નો કે નામ ધારણ કરવાથી વૈષ્ણવનો સમૂહ બનતા નથી, અને નારાયણના ગમે તેવા જપમાં નારાયણનો વાસ છે એ માની શકાય એવું નથી. મહંત : પણ સંપ્રદાયનો અસ્વીકાર થઈ જ કેમ શકે ? એ જ મોક્ષનું દ્વાર છે -૧નાગ્ય: પ્રન્થા વિથડચનાર -

  • મોક્ષનો બીજો ભાગ જ નથી (આ ઉપનિષદનું વાકય છે. પણુ મહતનાં બીજાં વાકયોની જેમ જ જીદા સંબંધમાં કહેલું.)

૭. ખ્રિસ્ત. ૮, ચચ. ૯. કારણકે કહ્યું છે કે જ્યાં બે અથવા ત્રણ જણ મારે નામે ભેગા થાય છે, ત્યાં હું તેમની વચ્ચે વસું છું.” ૧૦, બાકીના ભાગને મળતું મૂળમાં નથી.