આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અકળાતા, અધીરા બનતા, ચીડાતા અને પોતાના જીવનમાં રહેલી અપૂર્ણતા તથા તેને લીધે અસંતોષ અનુભવતા. આ પણ સત્યોપાસક તરીકે એણે નોંધ્યું છે. પરિણામે નાટક વાંચતાં ટૉલ્સ્ટૉય સાચું કહે છે એમ લાગ્યા છતાં એ નિષ્ફળ નાયક જેવો લાગે છે, અને એના પ્રતિપક્ષીઓ અસત્યમાં હોવા છતાં એમના ઉપર રેપ નથી ઊપજતો એવું વિચિત્ર પરિણામ આવે છે. આને લીધે જ બર્નાડ શોએ આ નાટકમાં ટૉલ્સ્ટોયે પોતાની ‘નિષ્ફર વિડંબના ” કરી છે એમ માન્યું છે, અને જે સીધી સાદી વાત છે તેને મિ. મૌડ ધાર્મિક વિવેકબુદ્ધિ અને કલાત્મક વિવેકબુદ્ધિનો ભેદ પાડી સમજાવવા પ્રયત્ન કરે છે. 49112 ERIL ( realistic ) 143 281821 (idealistic ) હોય, કળા એટલે હું એમ સમજું છું કે વાચક અથવા પ્રેક્ષકના મન ઉપર અમુક પરિણામ સારી રીતે ઊપજે એ ઇરાદાથી વસ્તુને રજૂ કરવા માટે વાપરેલી બુદ્ધિપૃવક યુક્તિ. જે કળા વિષેનો આ ખ્યાલ સાચો હોય તો મને લાગે છે કે આ નાટકનું સૌંદર્ય એવી કોઈ કળાને લીધે નથી, પણ એની પારદર્શક સત્યોપાસનાને લીધે છે. જ જીવનચરિત્રના સાહિત્યમાં ગાંધીજીની આત્મકથા એક અદ્રિતીય પુસ્તક થયું છે. છતાં એની અદ્વિતીયતા અથવા સુંદરતા લેખનકળાને શાભાડવાના પ્રયત્નમાંથી, અથવા ગુજરાતી ભાષા પરના કાબૂમાંથી, અથવા વિચારપૂર્વક ઘડી રાખેલા પુસ્તકની રૂપરેખામાંથી પરિણમી છે એમ કહેવું એ એ વસ્તુને ન સમજવા બરાબર થશે. નિખાલસપણામાં, અકૃત્રિમતામાં અને સર્વ પ્રત્યે અનુભવાતા સભાવમાં જે