આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો મત : ૪ આ બધું તારું અર્ધા પાંડિત્ય છે. તેથી જ, શાસ્ત્રમાં કહ્યું છે કે શાસ્ત્રના અર્થો ગુરુ વિના જાણી શકાતા નથી. કારણ કે શુદ્ધ સંપ્રદાયમાં ગુરુપરંપરાગત જ્ઞાન રહે. છે અને તે બધા સંશયોનું સમાધાન કરે છે. માટે જ જિજ્ઞાસુએ પ્રથમ શ્રદ્ધાપૂર્વક ગુરુનું સેવન કરવું. પછી જેમ માતા બાળકને પચે તેવા અને તેટલે જ ખોરાક કાળજી રાખી જાતે આપે છે, પણ બાળકની પર જ એ વાત નાખતી નથી, તેમ કૃપાળુ ગુરુ શિષ્યને એના અધિકાર પ્રમાણેનો જ ઉપદેશ આપે છે, અને બીજા પાંડિત્યમાં ડોળાવા દેતા નથી. આમાં શિષ્યની રક્ષા એ જ ઉદાર આશય છે – નહિ, મને પૂરું કરવા દો – શુદ્ધ સંપ્રદાય પોતાના ભક્તો પર એમના ગજા ઉપરાંત ભાર નાખતા નથી, પણ ખૂન ન કરવાં, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરો, અને ભગવાનની ભક્તિ કરવી એવા નિયમ પાળવા આજ્ઞા કરે છે, અને એ નિયમોનું પાલન કરાવવું એટલા માટે જ પરમેશ્વરનો રાદડ પ્રવર્તે છે. | Rયુસ્ટ : હા ! પણ એનો અર્થ એ રીતે કે જેઓ રાજયદડ ફેરવવામાં મદદ કરે છે અને એને આધાર આપે ૪. તેથી જ ચર્ચ દરેકને શાસ્ત્રના અર્થ કરવા નથી દેતું,. કારણકે તેથી એને આડે માગે ચડી જવાની ધારતી હોય છે, પણ બાળકની ચિતા કરનાર માતાની જેમ દરેકને તેના ગા પ્રમાણે જ અર્થ કરી આપે છે. નહિ, મને પૂરું કરવા દો! ચર્ચ પોતાનાં બાળક પર સહન ન થાય એટલે બોજો નાખતું નથી, પણ માત્ર કમાંડમેટસ પાળવાનું જ ફરમાવે છે, એટલે કે ચાહે, હત્યા ન કરે, ચોરી ન કરે, વ્યભિચાર ન કરે. .