આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો પાળવાપષવા-ભણાવવાનો અને તેમને સુખી કરવાનો તમારે ધર્મ છે. ૧૪ : દરજજા પ્રમાણે એટલે શું ? મહંત : એટલે ઈશ્વરે તમને અને તેમને જે સ્થિતિમાં જન્મ આપ્યો છે તે સ્થિતિને શોભે એવી રીતે. તમે કાંઈ સામાન્ય ખેડૂત કે મજનૂર જગ્યા નથી, પણ ઈશ્વરે તમને ગર્ભશ્રીમંત બનાવ્યા છે. તમારે એ દરજજો ઘટાડો ન જોઈ એ. નવુદર : કાં ? મર્દૂત : કેમકે એવી રીતે જ ઈશ્વરે તમને સર્યા છે. તમારા પૂર્વજન્મનાં પુણેના ફળરૂપે તમને એ પ્રાપ્ત થયું છે, અને તમારાં સ્ત્રી-પુત્રનાંચે એવાં પુણ્યકર્મ ઉદયને પામ્યાં હશે માટે જ તે તમને આવીને મળ્યાં છે. તમારે એ કમને ઉપભાગ લેવામાં દોષ નથી, પણ ઊલટું તે પુણ્યને વધારો કર્યો ઘટે. એ માટે શાસ્ત્રની આજ્ઞા છે કે આવકના દશાંશ ધર્માદામાં આપવા, ગરીબોની જોડે માયાથી વર્તવું અને એમની ખબરઅંતર લેવી. એટલું કરવાથી તમારા પુણ્યનો ક્ષય ન થતાં વધારો થશે, અને તમને આ લેક તથા પરલોક બન્ને ઠેકાણે સુખ જ મળશે. ધર્મ જે મર્યાદા સૂચવે છે તેને વળગી રહેવાથી સુખ થાય છે, એ મર્યાદા પ્રમાણે ન વર્તવાથી પુણ્યનો ક્ષય થાય છે ૭. જો તમારે ઉદાર થવાની ઇચ્છા હોય તો તમારી મિલકતમાંથી થોડું થોડું દાન કરવું, અને ગરીબોની મુલાકાત લેવી,