આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક બીજે R૮ : પણ અભિમાની કેણ છે? હું કે જે એમ માનું છું કે હુંયે બધા માણસોના જેવો જ એક સાધારણ માણસ છું, અને તેથી કરોડો લો કે જેમ જાતમહેનતથી અને ગરીબાઈમાં પોતાનું જીવન ગુજારે છે તેમ મારે ચલાવવું જોઈએ અને બધાને સરખા ગણવા જેઈ એ તે, કે જેઓ પોતાને અનુકૂળ થાય એવી રીતે શાસ્ત્રના અર્થ બેસાડી એમ કહે છે કે ૪ અમે પૂર્વકમનાં પુણ્યનું ફળ. ભોગવીએ છીએ. ઈશ્વરે અમને ઊંચા કુળ તથા વણ માં જન્મ આપી બીજાઓ ઉપર અધિકાર સોંપેલો છે, અથવા અમને સત્યજ્ઞાન પ્રાપ્ત થયું છે અને તેને જે સ્વીકારશે તેના જ ઉદ્ધાર થશે અને બાકીના નરકે જ જશે - તે ? સદંત : (માઠું લગાડી) જુઓ, નકુલરાસ, આટલું બધું બોલવાની કોઈ જરૂર નથી. હું કાંઈ તમારી જોડે શાસ્ત્રાર્થ કરવા કે તમારે ઠપકો સાંભળવા આવ્યા નહોતા, પણ અલખભાઈના આગ્રહથી તમને એ વાત સમજાવવા આવ્યો હતો. પણ હવે તમે તો બધું સમજતા જ લાગે છે અને મારાથીયે વધારે જ્ઞાની છો, તો હવે આ વાત બંધ કરવી જ સારી. માત્ર ફરી એક વાર, પ્રભુને નામે, તમને ચેતાવું છું કે આ ગાંડપણ છોડી દઈ જલદી બુદ્ધિની રાહ પર આવી જશે તો લાભ છે. તમે બહુ જ અવળા ચડી ગયા છે અને પિતાને સર્વનાશ કરી બેસશે. (ઊઠે છે) મીનજીજી: થોડે ફળાહાર તો સ્વીકારો. ૪. અમે ઈશ્વરના લાડકા લોકો છીએ, અમે જ સર્વ સન્ચ. જાણીએ છીએ, અને અમારામાં ભૂલ સંભવતી જ નથી - તે.