આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો છેવટે મારી ખાતરી થઈ કે આ રસ્તો શક્ય છે એટલું જ નહિ, પણ અવશ્ય કર્તવ્યરૂપ છે, તથા છોકરાંઓનાં પોતાના હિતમાંયે એ એક જ રસ્તો જરૂરનો અને લાભના છે. તું હમેશાં કહે છે કે છોકરાઓ ન હોત તો તું મારા વિચારોને અનુસરી હોત. પણ હું કહું છું કે છોકરાં ન હોત તો તો આપણે આજની રીતેયે જીવન ચલાવી રાખવામાં હરકત નહોતી. કારણકે તેમાં કેવળ આપણા એની જ અધોગતિ થાત. પણ આ તો આપણે તેમનીયે અધોગતિ કરી રહ્યાં છીએ. મીનાશ્રી: પણ જે મને આ બધું નથી સમજાતું તો મારે શું કરવું ? [ બહારની બાજુએ વકીલ દેખાય છે ]. નવ૮ : ત્યારે મારે શું કરવું? હું શું નથી સમજતા કે શા હેતુથી તમે પેલા માળાના ભારથી લાદેલા અને મેટાં ટીલાંવાળા ભગવાધારીને બોલાવ્યા હતા અને શા માટે અલખલક્ષ્મી વકીલને તેડી લાવ્યાં છે? (વકીલને ) અંદર આવા વકીલ, તમે પણ મારા વિચારો જાણી લો. તમે ઈચ્છો છો કે મારે બધી મિલકત તમને લોકોને સોંપી દેવી. પણ એ મારાથી થઈ શકે એમ નથી. તું જાણે છે કે વીસ વરસથી આપણે સાથે રહ્યાં છીએ, અને મેં તને પ્રેમથી નવડાવી છે. હું તમારું હિત ચાહું છું, તમારું સૌનું શ્રેય ઇચ્છું છું અને તેથી જ હું તમને મિલકત આપી શકતો ૧ કાળા ઝભ્ભો પહેરેલા ક્રોસધારીને.