આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૧૪ અંક ત્રીજો ચાલ : હવે હું ૧ આચાર્ય ને જવાબ આપવા જાઉં છું. મને ધાસ્તી છે કે મને કદાચ વિમુખ કરી પતિત ઠરાવવામાં આવશે, અને મને ધમથી બહિષ્કૃત કરવામાં આવશે. એક વાર મને વિચાર આવ્યો કે હું તમારી પાસે આવું અને તમારી મદદથી ક્યાંક પરદેશ ચાલી જાઉં; પણ પછી મને લાગ્યું કે એ કાયરતા ગણાય. માત્ર મારી સ્ત્રીનો વિચાર આવે છે ! નર્ચ : એ કયાં છે ? વ્યાસ : એને પિયર ગઈ છે. મારાં સાસુ આવીને મારા છોકરાનેએ લઈ ગયાં. એનું મને બહુ ખરાબ લાગ્યુંહું ઈચ્છતો હતો કે . . . (કડ રૂંધાય છે, આંસુને ખાળી રાખે છે.) નફરું : ઈશ્વર તમને મદદ કરે ! તમે અમારી જોડે રહેશો ? દાળt : (ઓરડામાં દોડતી આવે છે, જુઓ ! અંતે એ જ થયું ! એણે નોકરી બજાવવા ઇનકાર કર્યો, અને એને કેદ કર્યો છે. હું હમણાં જ ત્યાં ગઈ હતી, પણ મને પેસવા ન દીધી. નકુલરાય, તમારે ત્યાં જવું પડશે. શ્રાવળt : એણે ઇનકાર કર્યો ? તમે કેમ જાણ્યું ? રાળા: હું જાતે ત્યાં ગઈ હતી. વસંતરાય, જે કાઉન્સિલના સભ્ય છે, તેમણે જ મને બધું કહ્યું. વીરેક કાર્યાલયમાં ગયા અને ઉપરીને જણાવ્યું કે એ નોકરી અજાવવાનો નથી, વફાદારીના સોગંદ લેવાનો નથી, અને, ટૂંકામાં, નકુલરાયે શીખવેલી એકેએક વાત બોલી ગયો. ૧. બિશપને.