આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩૦ અક ત્રીજો છતાં, રાજા દુર્યોધન પ્રત્યેની વફાદારી છોડી નહોતી, અને એની આજ્ઞાથી પાંડવોની સેનાને કચ્ચરઘાણ કાઢી નાંખે હતો. એ બતાવે છે કે પોતાના રાજા પ્રત્યે વફાદાર રહેવામાં અધમ નથી, પણ પુરુષનું એ કર્તવ્ય જ છે. વી: તમને આ દાખલો આપતાં શરમ નથી લાગતી ? – તમારા જેવા વૃદ્ધ પુરુષને ! આ પંડિત : જુઓ, મારી સલાહ માનો, અને આ હઠ છોડી દો. તમે અને હું કંઈ દુનિયા સુધારી શકવાના નથી. સોગંદ લઈ લે અને માથા પરની પીડા ટાળી નાંખો. પાપ શું અને પુણ્ય શું એના નિર્ણય કરવાનું કામ અમને પંડિત અને આચાર્યોને જ કરવા દે. ખ્રિસ્તે કહ્યું કે “હું છું '. આ બતાવે છે કે સોગંદ લેવાની મનાઈ નથી.

[ અહી’ એક ટીપ આપી અંગ્રેજી અનુવાદક લખે છે કે સોગંદ લેવા વિરુદ્ધનાં સુવાર્તાનાં વચનો વિષે ૯èયના મત બહુ દઢ હતા, અને પાદરીઓ એનાં કથની સામે જે ભૂલી દલીલ કરતા તેને એને બહુ ગુસ્સો આવતે.]

૧. આમ કહેતાં.... - * વીરેંદ્ર એમ સૂચવે છે કે એક તે ભીષ્મ અને કોણ પર આ બાબત સર તેઓ અર્થના દાસ હતા એવું આળ મુકાયું છે. તેથી તેમનું દૃષ્ટાંત આધાર માટે લઈ ન શકાય. બીજું સત્ય કરતાં રાજા પ્રત્યેની વફાદારીને વધારે મહત્ત્વ આપવાના સેગંદને લીધે જ એમને અધર્મનો પક્ષ લેવો પડયો. માટે એવા સોગંદ લેવા એ જ દોષ છે.