આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીને / ના : આનંદ ન લાગે; એ તો અશકય જ છે. મને આનંદ નથી લાગતો. એને લીધે મને દુ:ખ થાય. છે, અને એની જગ્યા હું લઈ શકું તો રાજી થાઉં. પણ દુ:ખ થતાં છતાં હું જાણું છું કે બધું બરાબર છે. શ્રાવળી : બરાબર હો; પણ એમને છોડશે કયારે ? વી : કોણ કહી શકે ? પણ હું ભવિષ્યને વિચાર જ કરતા નથી. વર્તમાન જ એટલું શુભ છે, અને હજુ તમે એને વધારે શુભ કરી શકે એમ છે કે.. . ( [ ચંદ્રિકાનાણી આવે છે. ] a ft : હું હવે વધારે વાર નથી રહી શકતી ! (નકુલને) કેમ તમે એને સમજાવ્યો ? એ કબૂલ થાય છે ? વીરુ, મારા લાડકા, તું સમજુ છે. નથી સરજત મને કેટલું દુ:ખ થાય છે તે ? ત્રીસ વર્ષ સુધી હું કેવળ તારે માટે જીવી છું. તને ઉછેર્યો, તને જોઈને જ આનંદ માન્યા. અને હવે જ્યારે બધું પૂરું થયું અને સુખની ધડી આવી લાગી - ત્યારે તું એકાએક બધું છોડી દે છે. કેદ ! નામોશ ! ના, ના, વીરુ, એમ ન થાય ! વીરેંદ્ર: મા, મને સાંભળો. રાળા : ( નકુલને) તમે કેમ કંઈ બોલતા નથી ? તમે એને પાયમાલ કર્યો છે, તમારી એને સમજાવવાની ફરજ છે. તમારા જેવાને માટે ઠીક છે. લાવણી, તું સજાવને ! રાવળ: મારાથી નથી બોલાતું!