આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો વૉઃ ભલે ત્યારે. પણ તમારેયે, મા, મારી પર દયા કરવી જોઈએ. મારે માટેયે આ બહુ કઠણ સ્થિતિ છે. (નેપમાં પાછી ચીસો સંભળાય છે) તમે જાણો છો કે હું ગાંડાની ઇસ્પિતાલમાં છું, અને સાચે જ ગાંડો થઈ જાઉં ? | [ મુખ્ય દાતર આવે છે. ] મુલ્ય ફુવાર : બહેન, આનાં બહુ માઠાં પરિણામ આવે. તમારો દીકરો ઘણી ઉશ્કેરાયેલી સ્થિતિમાં છે. મને લાગે છે કે હવે આ મુલાકાત બંધ થવી જોઈએ. તમે મુલાકાતના દિવસોએ – ગુરુ અને રવિવારે – આવી શકો છે. મહેરબાની કરી બપોરે બાર વાગ્યા પહેલાં આવજે. રાળા : ઠીક, ઠીક, હું આ ચાલી. વીરુ, જાઉં છું, દીકરા ! વિચાર કરજે, મારા પર દયા લાવજે, અને આવતે ગુરુવારે મને સારા સમાચાર આપજે. નપુર : (વીરેંદ્રને માથે હાથ મૂકી ) ઈશ્વરની પ્રાર્થનાપૂર્વક અને જાણે આવતી કાલે મરવાનું છે એમ સમજી વિચાર કરજે. એ જ રીતે સાચો નિર્ણય આવશે. -જય જય ! થીૉદ : (લાવણી પાસે જઈ) અને તમે મને શું કહો છે ? શ્રાવળr: હું જૂઠુ નહિ બોલું; આમ તમે પોતાને અને સૌને શા માટે દુ:ખી કરી છે તે હું નથી સમજી શકતી. હું નથી સમજતી નથી કંઈ કહી શકતી. [ રડતી રડતી જાય છે. વીરેંદ્ર સિવાય બધાં જાય છે. ]