આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૬૬૬ અ'ક એથે. માનજીસ્ટફી: (ભેટી પડી) હવે આપણે બહુ દિવસ જીવવાનું નથી. અઠ્ઠાવીસ વરસ સાથે રહ્યાં પછી હવે થોડા માટે બધું ધૂળમાં ન મેળવો. * હવે પછી હું કદી મેળાવડા નહિ કરું, પણ મને આવી શિક્ષા ન કરે. Gી [ વનરાજ અને કાન્તા દોડતાં આવે છે ] વનો: બા, જલદી, જલદી કરો -- ચાલે ! માનજીસ્ટમ : આવી, આવી. ત્યારે આપણે બન્ને ભૂલી જઈ એ ! ( [ વનરાજ અને કીતા સાથે જાય છે ]. ન : બાળક, સાવ બાળક ! કે સ્ત્રીચરિત્ર ? નહિ, બાળક પણ ધૂર્ત. હા, એ જ. (પ્રાર્થના કરતા ) મને લાગે છે કે આ કાર્યમાં તું મને તારું સાધન બનાવવા નથી ઈચ્છતો. તું મને જગતમાં હલકે પાડવા ઈચ્છે છે, કે જેથી દરેક જણ મારી સામે આંગળી ચીંધીને કહી શકે કે “આ લેકને શિખામણ આપનાર છે, પણ જાતે વર્તનાર નથી.” ભલે, એમ હા ! પ્રભા, તું જ એગ્ય શું અને અયોગ્ય શું તે જાણે છેઃ તારું શરણ અને નમ્રતા માગું છું ! આ:, એ પદનો કયારે અધિકારી થાઉં ? a [ લીલા આવે છે ]. સ્ટ્રા : ભાસા, આવું ? રામચંદ્ર વ્યાસે મને એક કાગળ લખ્યા છે, તે તમને વંચાવવા આવી છું. જ વરસાની ગણતરીમાં ટેલ્સ્ટોયે મેળ સાધ્યો નથી. પહેલા અંકમાં ૨૦-૨૧ વર્ષ જણાવ્યાં હતાં, ત્યાર બાદ આ અંકમાં એક વર્ષ વીત્યું છે. એટલે ૨૨-૨૩ વર્ષ થાય. પણ ટેસ્ટીયે આ નાટક ઘણાં વર્ષ દરમિયાન લખ્યું હતું, અને કદી સુધાર્યું નહોતું, એટલે આવી નજરચૂક રહી ગઈ છે.