આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ૧ લે [ લશ્કરી જેલના એક વોર્ડ. આઠદશ કેદીએ વચ્ચે વીરંદ્ર બેઠા છે. બીજા કેદીઓ આજુબાજુ ગમે તેમ બેઠા છે. એક કેદી વોર્ડર દરવાજા આગળ ઊભા છે ]. રી: તમે કહો છો કે સરકાર જ દારૂ પીવાની ટેવ પાડે છે – પણ એમાં સરકારનો શો સ્વાર્થ છે ? વીરેંદ્ર : સ્વાર્થ ? જુઓ, દારૂમાં બે ગુણ છેઃ પહેલા એ કે એ તમારી બુદ્ધિને જૂડી પાડી દે છે. આપણી બુદ્ધિ સતેજ હોય, સારુંનરસું બરાબર વિચાર્યા કરતી હોય, તો આપણે ખોટું કામ કરતાં અચકાઈ એ, અને ખોટા હુકમનો વિરોધ કરીએ. સરકારને એવા નાકરા અને એવી પ્રજા નથી પાલવતી કે જે સારાનરસાનો જાતે વિચાર કરી શકે. એને તો પોતાના હુકમોને આંખ મીંચીને પાળ્યાં કરનારા જ માણસે જોઈએ છે. જે પ્રજામાંથી એક દારૂ અને બીજું ધર્મનું પાખંડભયું શિક્ષણ એ બે નીકળી જાય