આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છે. ખાનગી મિલકતના હકની પાછળ પણ એ જ બુદ્ધિ છે. આથી, આવા પ્રવૃત્તિધર્મ ઋષિમુનિ ગણાયેલા લોકોએ ફેલાવ્યો હોય કે ઈશ્વરપ્રણિત કહેવાતો હોય તોયે તે સત્ય ધર્મ નથી જ. એમાં સર્વ ભૂતોના હિતની ભાષા વપરાય છે, પણ એ તે જેમ ગામડાના લોકો પોતે અને પિતાનાં સગાવહાલાં અને બે ચાર ગામના લોકો માટે જગત’ શબ્દનો ઉપયોગ કરે છે, તે રીતની ભાષા છે. એ સમાજના મૂઠીભર માણસોના હિત માટે ઠરાવેલા ધર્મો જ આ રીતે નકુલ અને શાસ્ત્રીઓ વચ્ચે મૂળથી જ તીવ્ર વિચારભેદ છે. શાસ્ત્રીઓને ધર્મને સ્વતંત્ર દૃષ્ટિથી | વિચારવાની છૂટ જ રાખવી નથી. એમને શાસ્ત્રો ગણાયેલાં પુસ્તક પરની શ્રદ્ધાનું ખંડન થવા દેવું પાલવતું નથી. કારણ કે એ શ્રદ્ધા કાઢી લો અને એ શાસ્ત્રોની કિંમત ઘટાડી દે કે એમણે રચેલી કે સ્વીકારેલી સમાજરચનાની આખી ઈમારત રેતીમાં બાંધેલા બંગલાની માફક ભાંગી પડે.. અને ત્યાં જ એમની સત્ય માટે અશ્રદ્ધા છે. બીજી બાજુથી નકુલને કોઈ પણ ગ્રંથ શાસ્ત્ર હોવાને કારણે માન્ય નથી, પણ સત્ય વિચાર કરવામાં થોડોઘણો માર્ગદર્શન કરાવનાર તરીકે જ વિચારવા જેવો લાગે છે. કેઈ પણ ગ્રંથ માણસના પૃર ભોમિચે છે એમ એ માનતો નથી; એ અંધારામાં ચાલનારને દીવાની પૂરી ગરજ હોય છે તેના જેટલીયે સારા નથી. પણ જેમ ઘોર અંધારામાં ચાલનારને એકાદ વીજળીના ઝબકારો થાડા માર્ગે સ્પષ્ટ કરી દે, તેમ ગ્રંથમાં કેટલાંક મહાન સત્યે ટાંછવાયાં વેરાયેલાં હોય છે, અને,