આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તે સત્યશોધકને કોઈક વાર એચિંતા, વીજળીની જેમ, એકાદ વિચારનું સ્પષ્ટ દર્શન કરાવી જાય છે. બાકી તો માણસે પોતે જ - શાસ્ત્રની અવગણના ન કરતાં, છતાં તેની જ ઉપર આધાર ન રાખતાં – ધર્મનો વિચાર કરવા રહ્યો. એ પ્રયત્નમાંથી નકુલને સુઝેલા વિચારો આ નાટકમાં છે. | નકુલે એક બે વાર અકળાઈ ને ઘર છોડવા ઈછા કરી છે પણ સંન્યાસી થવાનો કે સમાજનો ત્યાગ કરવાના નિવૃત્તિપમ એને કદી ગમ્યો હોય એમ લાગતું નથી. આનું કારણ છે : નકુલ જેવાને માટે સંન્યાસી થવું કે હરિદ્વાર જઈને બેસવું એ દેખવું નહિ ને દાઝવું નહિ' એ રીત સ્વીકાર્યા બરાબર થાય. થર બળે છે એમ જાણ્યા છતાં આંખે પાટા બાંધી દેવાથી એ નથી બળતું અને હવે કશી ફિકર રહી નથી એમ કેવી રીતે મનાય ? નકુલને પ્રતીતિ થઈ છે કે કરોડોનાં દુ:ખ થોડાક લોકોના સ્વાર્થ અને એશઆરામને લીધે જ છે; એ દુ:ખને એ પ્રત્યક્ષ જુએ છે. એ થોડા લોકોને એ સમજાવે છે, પણ એમને સમજવું નથી. પણ એમ સમજવું નથી માટે એ સંન્યાસ લે તો એથી એની પોતાની કડાકૂટ ઓછી થાય ખરી, પણ એથી જે કરડ રિબાય છે તેમની રિબામણી કેમ ઘટે ? માટે એણે તો હૈયાબાળ, કડાકૂટ, જાતરિબામણી સહન કરીને સમાજને આઘાત પહોંચાડવા એ જ ધર્મ. એનું પરિણામ આજે દેખાય કે ન દેખાય, પણ એ વિચારનું બીજ પિતાની સમગ્ર શક્તિ ખરચીને દઢપણે વાવી જવું -એ જ એનું કર્તવ્ય. એને માટે સંન્યાસની નિવૃત્તિ એ કદી