આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२०७ સમાધાનની માગ થઈ જ ન શકે. એના કુટુંબીઓએ તો એની પાસેથી મિલકત પડાવી લઈ લગભગ એવું જ એનું જીવન કરી રાખવા ઇરછવું હતું. એ ઘર છોડીને ચાલ્યા ગયા હોત તો મીનળે આગગાડીની નીચે પડતું મૂકયું હોત એમ માનવાને કશું કારણ નથી. પણ નકુલે એમ માન્યું એ વાત સાચી. ટોલ્સ્ટોયને પોતાના સ્વભાવની અનેક રૂટીઓનું ભાન હતું, અને તેથી એણે નકુલને આદર્શ નાયક તરીકે રજૂ નથી કર્યો, પણ નબળાઈ ઓ સાથેનો, સત્ય માટે ફાંફાં મારનારા જ બતાવ્યા છે. છેવટ સુધી એ “ મને સત્ય મળ્યું છે અને મેં સત્યને જીવનમાં ઉતાર્યું છે' એમ નથી કહી શકતો, પણ ‘ મને gણ સત્ય મળ્યું છે, અને તેનેયે ઉતારવામાં ફાવતા નથી” એટલું જ કહે છે. સમગ્ર સત્ય અનંત હાઈ આખું અવલોકી શકાતું નથી એમ એ માને છે અને, તેથી, પોતાને મળેલા સંત્યની ચતુઃસીમા કેટલી છે. તે જાણવાનો એનો પ્રયત્ન રહે છે. એ પોતાની મર્યાદા ઓળખે છે ત્યારે જ એને શાંતિ થાય છે. નકુલની અપેક્ષાએ વીરેંદ્ર એ સાચે વીરપુરુષ છે. એને પહેલું દર્શન નકુલ દ્વારા થાય છે, પણ થતાંની સાથે એ એને એવું પકડી લે છે કે કોઈ પણ બંધનો એની પાસે એનો ત્યાગ કરાવી શકતાં નથી. વીરેંદ્ર કરતાં નકુલનું ચારિત્રબળ અને તેજ ઓછું છે. પોતાના સાચા તેજની ખામી એ ક્રોધનું કૃત્રિમ તેજ દેખાડી પ્રગટ કરે છે. એને પરિણામે એ પોતે કલેશ અનુભવે છે અને બીજાનેયે કરે છે, આથી જ એની સિદ્ધિની મર્યાદા એની બુદ્ધિની મર્યાદા કરતાં