આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પહેલા પ્રતાપ : પણ આ બધું નીકળ્યું કેવી રીતે ? ( મીનજરુક્રમી: ગયે વર્ષે શરૂ થયું, મારાં નણંદ મરી ગયાં ત્યારથી. એમને મોટી બેન પર અતિ હેત. તેથી એમના મરણની એમની પર પણ અસર થઈ. એમનું મન બહુ ઉદાસ થઈ ગયું, અને મરણની જ ઘડીઘડી વાતો કરવા લાગ્યા. પછી તમે જાણો છો કે એમને મુદતિયે તાવ આવ્યો. એમાંથી ઊઠવ્યા પછી એ સાવ બદલાઈ જ ગયા. સજીર્વક્રમી: પણ, તોય, ગઈ હોળીમાં જ્યારે એ એમને મળવાને રાજનગર આવ્યા ત્યારે તે બહુ આનંદી લાગતા હતા ! અમારી જોડે પાનાંયે રમતા અને બધાંની જેમ જ હસતાબેલતા હતા. મીનજફી : એ ખરું; પણ તોયે એ તે વખતે બદલાયેલા જ હતા. પ્રતાપ : કઈ રીતે ? મનઝરુક્ષ્મr : કુટુંબ પ્રત્યે અતિશય ઉદાસીન બની ગયા હતા. અને કંઈક એક વિચાર મનમાં મજબૂત કરી લીધા હતો. દિવસના દિવસો સુધી એ ધર્મનાં જ પુસ્તક વાંચતા, અને રાત્રે સૂતા પણ નહિ. રાતે કાઠી ઊઠીને વાંચવા બેસે, નોંધા કરે અને ઉતારા કાઢે. ત્યાર પછી સાધુઓ, સંન્યાસીએ, શાસ્ત્રીઓ વગેરે પાસે જઈ જઈ ને ધર્મની ચર્ચાઓ કરવા લાગ્યા. અહ૪ : કંઈ વ્રત, જપ, તપ વગેરેકરતા ખરા ?