આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલો કઈ પણ પગલું ભરે કે તેની સામે કોઈ નવી જ જાતનો વાંધા લેવાનો શિરસ્તો જ પડયો છે. પણ આ તો સાવ સાદી વાત છે. મારા અભ્યાસ પૂરા થયા છે એટલે મારે કાંઈ આગળ કરવું જોઈએ જ. પાયદળમાં જોડાઈ હલકા અને દારૂડિયા અમલદારો સાથે કામ કરવું મને રુચિકર નથી લાગતું, અને તેથી હું અશ્વદળમાં જોડાવાનો છું. મારા કેટલાક મિત્રેયે તેમાં છે. - અજીરવઋક્ષ્મી : હા, પણ તારા બાપુ કેમ સંમત થતા નથી ? સુરેશ : બાપુ ! એમની વાતો કરીને શું ફાયદો ? એમને હવે એમને ‘ સિદ્ધાન્ત' વળગ્યો છે. પોતે જેટલું સમજવા ઈચ્છે તે સિવાય એ બીજાં કશું સમજી જ શકતા નથી. તેઓ કહે છે કે લશ્કરી નોકરી એ નીચમાં નીચ ધંધે છે, અને તેથી એવી નોકરી ન કરવી જોઈએ. આથી એ પૈસા આપવાથે ના પાડે છે. સ્ટીરા : ના, સુરેશભાઈ, એમ એમણે કહ્યું જ નથી ! હુંચે હાજર હતી જ ને ! માસા કહે છે કે છૂટકે જ ન થાય તો સરકારી હુકમ આવે તો જજે; પણ સ્વયંસેવક થવું એટલે તે સ્વેચ્છાએ એ ધંધામાં જોડાવાનું થાય. - સુરેશ : પણ મારે નોકરી કરવી છે, વાપુને કરવી નથી ! એ પિતયે લશ્કરમાં હતા જ ને ! | સ્ટીસ્ટ : હા, પણ એમણે એમ સાફ નથી કહ્યું કે હું પૈસા નહિ આપું. પણ માસા કહે છે કે પોતાના અંતઃકરણની વિરુદ્ધ જઈને એ તમને એ બાબતમાં સહકાર નહિ આપી શકે.