આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

S પ્રવેશ પહેલે એમ મને લાગતું નથી, અને છોકરાંઓનો વિચાર કરતાં એમને ભરોસે પણ વતી શકતી નથી. ( આગળ વાંચે છે ) ‘મારી યોજના આ પ્રમાણે છે. પોતાને માટે ૧૩૫ એકર જમીન, ઉપરાંત કુળ-વાડી, શાકભાજીની વાડી અને નદી પાસેનું ગોચર એટલું રાખી, બાકીની જમીન આપણે ખેડૂતોને આપી દેવી. તેમાં આપણે જાતે મહેનત કરવા પ્રયત્ન કરીશું, પણ છોકરાંઓને કે એકબીજાને કામ કરવા ફરજ નહિ પાડીએ. એમાંથી એાછામાં ઓછું વર્ષે હજારેક રૂપિયાનું ચોખું ઉપન્ન તો મળશે જ.’ રાજી : શું ? વર્ષે હજાર રૂ પયા પર ! સાત છોકરા સાથે ! એ શકય છે ? | મીનજીજી: હજુ આખી યોજના તો સાંભળો : ‘ હવેલી. ખાલી કરી તેમાં શાળા સ્થાપવી, અને માળીવાળા બે એરડાના ઝૂંપડામાં બધાંએ રહેવા જવું.” રાળા: હું હવે મને સમજાય છે કે આ કાંઈ વિચત્ર બાબત છે. વારુ, તમે શું જવાબ દીધે ? મીનઝર્જી : મેં કહ્યું કે મારાથી એ નહિ બની શકે. જે હું એકલી હોત તો હું ગમે ત્યાં એમની પાછળ જાત, પણ મને છોકરાં છે...જરાક તો વિચાર કરે ! હજુ તો બચુ ધાવણો છે. મેં કહ્યું કે એમ આપણાથી ઘરને વીંખી નહિ દેવાય. અને પરણ્યા ત્યારે આવું કરવું પડશે એવી મને ક૯પના હતી કે ? અને હવે હું પહેલાંના જેવી નાની કે મુજબૂત રહી નથી. ખ્યાલ કરે કે નવ સુવાવડ સૂવી અને સાત છોકરાં ઉછેરવાં એટલે શું?