આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
 
અણધાર્યો આવકાર
 


કેદખાનાની કોટડીમાં માનવી માગે તોય તેને સ્થાયી નિવાસ મળતો નથી. બેકારીમાં જીવન પસાર કરતા કંઈક માનવજીવો કેદખાનામાં જઈને રાહત પણ અનુભવે છે. કેદખાના બહારની દુનિયાને મુક્ત દુનિયા, સ્વતંત્ર દુનિયા, આઝાદ દુનિયા માનવામાં અને કહેવામાં આવે છે; પરંતુ એ મુક્ત દુનિયામાં બેકારીની, ભૂખે મરવાની અને અનિકેતન બનવાની સ્વતંત્રતા બહુ જ વ્યાપક હોય છે ! કેદખાનામાં માથે છાપરું હોય છે, પહેરવાને કપડાં હોય છે અને ખાવાને અન્ન હોય છે - અને તે અવશ્ય હોય છે. એકલું કેદખાનું આઝાદ દુનિયા કરતાં વધારે પ્રગતિશીલ છે એમ કહીએ તો ચાલી શકે.

એ કેદખાનાની કોટડીમાંથી કિશોરને એક વિશાળ બગીચામાં થઈને આગળના ભાગમાં લાવવામાં આવ્યો. કેદખાનાનો બંદીપાલ પણ કદી કદી માણસ બને છે. એને કિશોરના મુકદ્દમાની તો માહિતી હોય જ; ઉપરાંત એને કિશોરના જીવનની પણ માહિતી હતી. 'જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ' એ કહેવત ફેરવી નાખીને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે. ખબરપત્રી' એ કહેવત નવેસર બનાવવામાં આવે તો તે આજના યુગમાં ઘટિત જ ગણાય - જોકે નવી કહેવતની શબ્દરચના જૂની કહેવત કરતાં વધારે બેડોળ બની જાય એ ખરું !

દર્શને બંદીપાલનો પણ પરિચય સાધ્યો હતો અને એને વિષે બહુ સૂચક રીતે પોતાના પત્રમાં બેત્રણ વાર સારા ફકરા લખેલા હોવાથી દર્શન પ્રત્યે એને સદ્‌ભાવ પણ ઉત્પન્ન થવા માંડ્યો હતો. કિશોર સાથે કુમળું વર્તન રાખવા બંદીપાલે હાથ નીચેના માણસોને તાકીદ પણ કરી દીધી હતી. એને છૂટવાનો પણ દિવસ આવ્યો અને બહારના બંધ ભાગમાં કિશોરને લાવી તેનો કેદી લેબાશ બદલી તેને એનાં પ્રતિષ્ઠિત કપડાં પહેરવા માટે આપવામાં આવ્યાં. કેદખાનાને એક જ દરવાજો હોતો નથી; બે-ત્રણ દરવાજામાંથી પસાર થયા પછી કેદખાનામાંથી બહાર નીકળાય છે. કિશોરે એ બધા દરવાજા પસાર કર્યા અને છેવટના દરવાજા બહાર તે આવ્યો. તેની સાથે કેદખાનાનો ઉપરી પણ આવ્યો. કિશોરે પોતાના કેદી-બંધુઓને