પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦ ત્રિવેણી અને
 

૮૦ ત્રિવેણી અને વાસતી રતન, ખુરસી અગડે તો વાંધા નહિં. ધેાખી ધાઇ નાંખશે. તુ નિરાંતે એસ.એલ, તને ભૂખ લાગી છે ને? [રતન જેમતેમ કરી ખુરસી પર બેસે છે. વાસતી મનહર, જરા અંદર જઇ મહારાજને કહે ને કે થોડીક ગરમ પુરીએ મનાવે. { ખુરસીમાંથી મનહર ઉઠે એ પહેલાં રતન નીચે ઉતરી પડે છે. રતન [ ઉપરા ઉપરી ] ના; ખા ! મારે કશું નથી ખાવું. મને કાંઈ વાગ્યું નથી. તમે મને નકામી અહિં લાવ્યા છે. મારે તો હવે ઘરે જવું છે. મારી મા વાટ જોતી હશે. હનમાનજીને માળા ન ચડાવાય ત્યાં લગી એ કૈાળિયા ભરતી નથી. ખા, મને જવા દો. વાસતી [ પટાવતી ] રતન, "એમ ના ન પડાય. જો; તારે ત્યાં મધું ઠરી ગયું હશે. અને ગરમ પુરી ને શાક તો અહિં ઘડી વારમાં થઇ જશે. રતન ના રે મા ! કાને તો ટાઢા રોટલા અહુ ભાવે છે.