આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'સુકાઈ ગયા છો!' : ૯૭


'ભદ્રાબાએ તને કાંઇ કહ્યું?' એણે પૂછ્યું.

'કહ્યું કે મારાં બા થોડા દિવસ માટે મારા મામાને ઘેર ગયાં છે.'

એટલું બોલી દેવુએ ફરી વાર મોં ફેરવી લીધું એના અનુચ્ચારણમાંથી જ બધી માહિતી બોલી રહી હતી. વીરસુતના મન પર તો એક જ અસર ઘુંટાયે ગઇ. ભદ્રા આટલા દિવસથી ઘરમાં હતી ને આટલી આટલી આબરૂહાનિની પરંપરાની તલેતલ સાક્ષી હતી છતાં એક પણ વાર એકાદ શબ્દ પણ એ સંબંધે એણે ઉચ્ચાર્યો નહોતો. છોકરો સર્વ વીતકોની જાણ લઇને આવેલ છે પણ એક ઇસારોયે કરતો નથી. આ લોકો મને મેંણાં ટોંણાં કેમ મારતાં નથી? મારો ત્યાગ કરીને કેમ ચાલ્યા જતાં નથી? એવું કાંઇક અવળું વેણ બોલત તો તો એમને ખખડાવી નાખી આંહીંથી હાંકી કાઢવાનું પણ એક કારણ મળી જાત ! પણ વીરસુતના હાથમાં આ સ્વજનોએ એકેય હથિયાર આપ્યું નહિ.

એણે દેવુને કહ્યું, 'ભદ્રાબાએ ચહા પીધી?'

'ના.'

'તું પાજે. અને સાથે કશુંક ખવરાવજે. એમણે ત્રણ દિવસથી ઉપવાસો કર્યા છે.'

બોલાઈ તો ગયું, પણ પછી બીક લાગી, કે કદાચ દેવુ ઉપવાસનું કારણ પૂછશે. એવું કશું પૂછ્યા વગર દેવુ બહાર નીકળી ગયો.

એના ગયા પછી વીરસુત ફરી ટેબલ પર બેઠો. પણ એનું ચિત્ત ટેબલપરથી ચાલી નીકળ્યું હતું તે પાછું આવતું નહોતું.

'આવતી કાલે તો કેસ ચાલવાનો છે. એ દુષ્ટાનો અને એના રક્ષક ભાસ્કરનો પૂરેપૂરો ભવાડો કરવાનો છે. શહેરનો એક પક્ષ પોતાને