આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જનતા ને જોગમાયા : ૧૪૩


'મારી સાળીયું વરસોવરસ છોકરાં જણવા સિવાય બીજો ધંધો જાણતી નથી.'

એવા ચિત્રવિચિત્ર ગણગણાટ વિરમી ગયા, અને રંગમંચ પર ફૂલોના ઢગલે ઢગલા ખડક્યા હોય એવા એક અગ્રણી-વૃંદ વચ્ચીથી સંસ્થાના 'મંત્રીજી' ઊઠ્યા, તેમણે પોતાની કાવ્યમય બાનીમાં 'નૂતન ભારતનાં યુગપૂજક સંતાનો!' એવા શબ્દો વડે શ્રોતાઓ પ્રત્યે સંબોધન કરીને ઓળખાણ આપી : 'આજ પધારેલાં આ દેવીશ્રીનો પરિચય તો હું આપને શું આપું? એ એક વીર-નારી છે. સ્વાધીનતાની મૂર્તિ છે વગેરે વગેરે.'

તાં તો એક ગામના ગૃહસ્થ, નૂતન યુગના સંસ્કારમૂર્તિ બનવા પ્રયત્ન કરતા કરતા વચ્ચે બોલી ઊઠ્યા:

'આપણાં ગામની બાયડીઓને કહીએ કે જુઓ આમ જુઓ આંખ્યો ઊઘાડો!'

એ શબ્દોએ સભાને હાસ્યરસની એક જબરી લહરી પૂરી પાડી, ને કંચન પણ ગાફલ બનીને ખડખડ હસવા લાગી, ત્યાં તો એની નજીક બેઠેલા ભાસ્કરે એની સામે ડોળા ફાડી એને એના સ્થાને યોગ્ય ગૌરવમાં પુનઃપ્રતિષ્ઠિત કરી દીધી.

પછી વ્યાયામ વીરોના ખેલો થવા લાગ્યા, ને દરેક વ્યાયામ-વીર આગળ આવીને શરૂમાં તેમ જ અંતમાં કંચન તરફ જે 'નમસ્તે'નો અભિનય કરતો હતો તેનો ઉન્માદ કંચનના ફાટફાટ થતા કલેજાને ફુલાવી ઢોલ કરતો હતો.

ને એ વખતે સભામંડપની છેલ્લી બે ચાર હારોમાંથી બે ડોસાઓ ને એક બાલક ઊંચા થઈ આ દૃશ્ય જોતા હતા. એક ડોસો હસતો