આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૫૮ : તુલસી-ક્યારો


'ના ભૈ ! હું તે શું પે'રું ભૈ? એમ બોલીને ભદ્રાએ જે હાસ્ય કર્યું તે હવામાં ઊડતા આકોલિયાના રૂના તાંતણાં જેવું હળવું હતું.'

'કેમ શો વાંધો છે? તમને રંગીન ન ફાવે તો સફેદ પહેરો.'

આટલં વર્ષોનો કડકો ને ખિજાળ દિયર પોતાની નાસી ગયેલી પત્નીનાં હીરચીર મને મૂઈ કાળમુખી રાંડીને પહેરવા કહે છે ! કેવી વિસ્મે વાત ! બાપડાને વે'વારની ગતાગમ નથી, પણ ભોજાઇની દયા આવે છે. હવે વાંધો નહિ, હવે તો સસરાનું આખું માથું દુઃખે તોય શી ફિકર છે ! ઘરના મોભીની દૃષ્ટિ અમિયલ બન્યા પછી હવે વાંધો નહિ.

ભદ્રાનું દિલ આવા ભાવે ભીંજાયું. એણે જવાબ વાળ્યો કે 'ભાઈ ! મારે તો માદરપાટની આ બે સાડીઓ પોગે છે. નહિ હોય ત્યારે પે'રીશ ભાઇ! એમાં શું ! એક તમને ભોળો શંભુ હીમખીમ રાખે એટલે હાંઉ, લૂગડાં જ છે ને ભૈ !' ને પછી ઇસારારૂપે સહેજ ઉમેર્યું: 'કાંઇ વલોપાત ના કરશો ભૈ ! એઇને સદૈવ આણંદ ઉછાહમાં રહીએ ને સૌનું ભોળાદેવ જ્યાં હોય ત્યાં કલ્યાણ કરો એવું માગીએ હોં ભૈ! સૌની વાંછા ફળો, ભૈ ! બાકી સંસાર તો તરવો દોયલો જ છે તો ભૈ!'

સંધ્યા થઇ ગઇ. ટ્રંકો ઘરમાં ગોઠવાઇ ગયા, તેની અંદર કપડાં પણ અકબંધ ઘડી પાડીને ભદ્રાએ ગોઠવ્યાં. જે કોટ પાટલૂનના પોશાકની રચનાને પોતે જાણતી નહોતી તેનો પણ સાદી અક્ક્લ પ્રમાણે ઉકેલ કરીને ભદ્રાએ સૂટ પછી સૂટ ગોઠવ્યાં. એ ગોઠવણીમાં દોષ નહોતો.

વળતા દિવસે વીરસુતની ગેરહાજરીમાં એણે પ્રત્યેક ટ્રંક અને બેગ ઉપર ગુંદર વતી ચિઠ્ઠીએ ચોડી, જેના ઉપર પોતાને આવડ્યા તેવા અક્ષરે 'ગરમ પોશાક' 'સૂતરાઉ' 'રેશમી' 'અંગરેચી પોશાક' 'દેશી પોશાક' એવાં લેબલ લગાવ્યાં. બપોરે વીરસુતે આવીને એ