આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'હવે શું વાંધો છે?' : ૧૭૧


નદીમાં ઓચીંતુ પૂર આવ્યું ને વેકુરીમાં ઊભેલાં છોકરાં નાસી ગયાં. એણે ચશ્માંને નાક ઉપર સરખાં કરવાને બહાને બેઉ કાચ આડે હાથ છાવરી લીધા. પણ ભદ્રા વિધવા હતી ખરીને, એટલે સર્વને ભોટ લાગે તેવી અદાથી ચાતુરી ને સમયવર્તી સાવધાની તેણે કેળવી લીધી અહ્તી. એણે દેરની હથેળી પાછળનાં ચશ્માંના કાચ ને તેની યે પાછળ રહેલી આંખોમાંથી દડ દડ વહેતી અશ્રુધારા કળી લીધી.

એણે દેરનાં આંસુનું કારણ સસરાના કાગળની નીચે ટાંક મારેલા વાક્યમાં કલ્પી લીધું, પણ એ વિષયને રોળી ટોળી નાખવા મથતો એનો સ્વર આ ઘરમાં પહેલી જ વાર ઉગ્ર બન્યો :-

'રસોયાને તો ખોળી કાઢો ! એ મૂવાને શું ખબર હશે કે તમને તુવેરદાળમાં કોકમ નથી ભાવતું ને લીંબુ જ ભાવે છે. એ તો મૂવો એની જીભના સ્વાદ સામે જોઇને રાંધણું કરશે, ને તમે મોં ફાડીને બોલશો ય નહિ કે તમારે શાક દાળમાં મીઠું વધુ જોવે છે ! એ મૂવો ખાખરા બનાવી જાણતો હશે કે નહિ. મારે એને બતાવવું તો પડશે ને!'

'મારે રસોયો રાખવો જ નથી. રસોડાની બધી ચીજો ઠેકાણે કરી જજો.'

'ત્યારે ?'

'ફળ દૂધથી ચલાવી લઈશ.'

'ચલાવ્યાં એ ઓ ! એવા છંદ કરવાના નથી. કહી રાખું છું.'

'તમારે શા માટે કહેવું જોવે?'

'ચૂલા માટે!'

એટલું બોલી ભદ્રા ત્યાંથી જરાક બહાર ખસી; ત્યારે વીરસુતનો સ્વર ઊઠ્યો, 'આંહી કોઈની જરૂર જ ક્યાં હતી ? શા માટે આટલા