આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અણધાર્યું પ્રયાણ : ૧૮૧


અમદાવાદના બંગલામાં ડોસાનો ફફડાટ આઠ દિવસે માંડ માંડ શમ્યો. દાતણ કરવાને ટાણે ભદ્રાની એક ઊલટીનો પણ અવાજ એણે સાંભળ્યો નહિ. વીરસુત એક પણ ગુપ્ત વાત કહેવા આવ્યો નહિ. દેવુને મોકલી મોકલી દાદાએ ભદ્રાએ વીરસુતની ગેરહાજરીમાં ચોગાનમાં બોલાવી પુછાવી જોયું : 'કેમ રહે છે? કાંઇ નડરત તો નથી થઇ ને? શરીરે તો નરવાં છોને મોટાં વહુ ? મને કહેતાં અચકાશો નહિ હો બેટા!'

લાજ કાઢીને ઊભેલી ભદ્રાના દેહે જ પોતાની સંપૂર્ણ સ્વસ્થતાનો જવાબ, ભદ્રાની જીભ આપે તે પૂર્વે આપી દીધો. ભદ્રાનાં શીલ અને ભદ્રાની ચેષ્ઠાઓ, અરે ભદ્રાની ચાલી જતી આકૃતિના પગલાંની પાની પણ ડોસાએ વાંચી લીધી. તો પણ ખરાવી ખરાવીને પૂછી જોયું, 'ભાઇ તો ઓચીંતો તેડવા આવ્યો એટલે મારે હૈયે ફાળ પડી'તી બેટા ! કે તમને શરીરે નરવાઇ નહિ હોય કે શું ! નજરે જોઇને રાજી થયો કે કશું જ નથી.'

'દાદાને કહે દેવુ ! કે ઇશ્વર સૌની લાજ રાખે છે. કશી જ ચિંતા કરશો મા.'

એ ભાષામાં વહુ ને સસરો બેઉ પરસ્પર સમજી ગયાં.

યમુના ગાંડીનો તો એક જ ધંધો થઈ પડ્યો : અનસુને લઇને તેણે બંગલાના ચોગાનમાં ફૂલો જ વીણવા માંડ્યાં. યમુનાને ઉઘાડું આંગણું, દિવસે ફૂલફૂલના ઢગલા ને રાત્રિએ સૂતેલાં ફૂલોની મહેક મહેક સુવાસ સાથે આભની ભરપૂર ફૂલવેલીઓ મળી. આટલું સ્વચ્છ આકાશ એણે ઉઘાડે માથે ઊભા રહીને અગાઉ કોઈ દિવસ ક્યાં જોયું હતું ! ફૂલફૂલ પર ઊડતાં પતંગીઆંને ચુપકીદીથી જોઇ લેવા આટલી દોડાદોડ એ ગાંડીને અગાઉ કોણે કરવા દીધી હતી? ને