આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૭૪ : તુલસી-ક્યારો


પ્રથમ તો એના કપાળ પર કરચલીઓના લિસોટા પડ્યા. કંચનને વીરસુતને સુમેળ ? કોણે કરાવ્યો ? ક્યારે ? રાતમાં કંચનનો ઘરમાં પ્રવેશ ? હોઇ જ કેમ શકે ? હું કદી એવી કુંભકરણ-નિદ્રામાં ઘોંટી નથી બૈ ! દેર તો એને મકાને નહિ ગયા હોય ? ગયા વિના આમ બને પણ કેમ ?

બનાવટ ? બનાવટ હોય તો સસરા જેવો સસરો કેમ સપડાય ? સસરા છેતરાયા હશે ? દેરે છેતર્યા હશે ? દેરને એવી શી જરૂર ? પોતાની આબરૂ ઢાંકવાની ?

મારે કંઈ નૈ બૈ ! મંછા ભૂત ને શંખા ડાકણ ! મારે રાંડી મૂંડીને વળી આ બધી લપાલપ શી ? સસરો ઢાંકતા હોય, દેર પણ ઢાંકતા હોય, કંચન પોતે જ ઢાંકતી હોય, તો તારે રાંડને ઉધેડીને શી કમાઈ કરવી છે મૂઇ ! ઉઘાડાં ઢાંકિયે,ઢાંકયાં તે કોઇનાં કાંઇ ઉધેડાય મૂઇ ! ઉધેડ્યાં કેનાં સુધર્યાં છે જે ! ઉધેડ્યે શી બહાદુરી બળી છે બૈ !

ધૂમટાની આડશે પટ પટ થતા ભદ્રાની આંખોના પાંપણ-પડદા જોતો ડોસો, પોતે જેમાં ચાલી રહેલ છે તે પાણી કેટલાંક ઊંડાં છે તેનું જાણે માપ લઇ રહ્યો હતો. મનમાં તો ફડક ફડક થતું હતું. પોતે વેશ ભજવતો હતો તેનું ભાન જો આ યુવાન વિધવાને સવળી રીતે થઇ જાય તો તો તરી જવાશે, પણ એ જો અવળી રીતે વિચારશે તો તો પછી ઘરના સુખ સંરક્ષણનો રહ્યો સહ્યો ખૂણો પણ જમીંદોસ્ત થશે તેની પોતાને ખબર હતી.

'એમાં ઉચાટ શા માંડી દીધા તમે, દીકરા !' ડોસાએ વાતને બીજા પાટે ચડાવી : 'વીરસુત ધંવાંફુંવાં થશે તેનો ડર રાખો છો ? રાખ્યો રાખ્યે એવો ડર ! એ બેવકૂફ તો બધું પરવારી કરીને જ બેઠો હતો. એ તો તમે પાછું છાદ્યું બૂર્યું. એને કયાં સંસારનું ભાન છે ? એ થોડો કબૂલ પણ કરવાનો કે જે બન્યું તે બન્યું