૨૦ : તુલસી-ક્યારો
પંડે જ જાઉં એમ થયું, પણ મારા જવાથી વહુને શી સહાય મળે ? એ કરતાં તો તમે જ જઈ આવો.'
ભદ્રાએ કશો ઉત્તર ન આપ્યો. દેવ તો ભદ્રા બાના ચહેરા સામે જ જોઇ રહેલો હતો. ભદ્રાની આંખોમાં સ્હેજ ચમકાટ ને ગાલો પર લાલ લાલ થોડો ધગધગાટ એણે જોયો ખરો, પણ એવા રંગભાવોનો અર્થ સમજવા જેટલી ઉમ્મરે હજુ દેવુ નહોતો પહોંચ્યો.
'તમને તમારી મરજી વિરુદ્ધ મારે લેશમાત્ર નથી મોકલવાં હો કે! વળી પાછાં કહેશો કે કીધું નહિ!' ડોસા ગર્વિષ્ઠ અવાજે બોલ્યા. વિધવા પુત્રવધુની માનસિક સ્વતંત્રતાનું પાલન કરવાનો પોરસ એ અવાજમાં રણકી રહ્યો.
'દાદાજી કહેતા હોય તો મને શો વાંધો છે?'
ભદ્રાએ દેવુને આમ કહ્યું ત્યારે એના બોલમાં યે આવો સન્માનદાયક સસરો હોવાનો પોરસ ગુંજ્યો.
'ના, એમ ન બોલો બચ્ચા. તમને ન ગમે ત્યારે સાઇ ઝાટકીને ના પાડી દેવાની તમને છૂટ છે. મારે કાંઇ તમે વધારાના નથી. ન જવાનું કાંઇ ખાસ કારણ હોય તો કહો તમ તમારે. બેલાશક કહો. હા, બેલાશક !"
ડોસાના મોંમાં જ્યારે 'બેલાશક' શબ્દ બોલાતો ત્યારે એની ડોક ઘૂમતા પારેવાની જેમ ફૂલાતી.
'કહેને દેવ, મારું મન હોય ન હોય એવો તો વિચાર જ દાદાજીએ નથી કરવાનો. મારું તો મન જ છે, જે દાદાજી કહે તે કરવાનું.'
'તો જઈ આવો દીકરા, પણ આમ જોવો, એક શર્તે. ઘરની દરદાગીનાની પેટીઓની ચાવી હું આંહી નથી સાચવવાનો. એ જોખમ