આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બાકીનું તપ : ૩૨૯


શરીર ફાટેલી સાદડી પેઠે અથવા જર્જરિત છત્રીની જેમ કાગડો બનીને કઢંગી ઢબે ઊડવા જેવી ચાલે ચાલતું તે જ શરીર હવે તો પૂરા નીરમે દરિયાનાં નીર પર મલપતા જતા વહાણ જેવો આનંદ પોતાની તોલદાર ગતિમાં અનુભવી રહ્યું હતું.

ને એ પગથિયાં ચડતાં ચડતાં એને ઘેલી એક બીક પણ લાગતી હતી : હું હિન્દમાં ઊતરીને ઘેર પહોંચીશ તે દરમિયાનમાં આ લાલી, આ ગુલાબી, આ સીનો ને આ દેહ-ભરપૂરતા કોઇ માયવી સૃષ્ટિની માફક વિલય તો નહિ પામી જાય ને ?

એમ વિચારતો વિચારતો એ પોતાના કોટના ઊંડા ગજવામાં ડાયરીની અંદર દાબી મૂકેલા એક કાગળ પર મીઠાશથી પંજો ચાંપતો હતો.

પાસપોર્ટ-અમલદારની મુલાકાત મળતાં પહેલાં એને બહાર લાંબો સમય ઊભા થઇ રહેવું પડ્યું. હિંદમાં પાછા જવાની પરવાનગી મેળવવા મુલાકાતે આવેલાઓની સંખ્યા ક્યાંય માતી નહોતી. દરેકને વારાફરતી મુલાકાત મળતી હતી. ત્યાં જામેલી કતારમાં કેટલા ય ચહેરા પર વ્યગ્રતા, શૂન્યતા અને પાસપોર્ટ પર સહી મળવાની નિરાશા લખાએલી હતી. ત્યારે એની વચ્ચે વીરસુત મલકાતો ઊભો હતો.

એની નજીકમાં બેઠેલાં અન્ય ગોરાં સ્ત્રીપુરુષોની વચ્ચે જે હળવી વાતચીતો ચાલી રહી હતી તે સાંભળ્યા પછી તો એની આશાનો પારો એકદમ ઊંચે ઊતરી જવા લાગ્યો ને એને અતિ હર્ષાવેશમાં એવું લાગ્યું કે રખે ક્યાંક પોતે પ્રાપ્ત કરેલૂં ગુલબદન એકાએક ઓગળી જાય.

એને કાને બીજાંઓનું કલ્પાંત પડતું હતું. કોઇ બાઇનાં છોકરાં હિંદમાં હતાં, ને એમાંના એકને ટાઇફૉઈડ થયો હતો એટલે