આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૫૦ : તુલસી-ક્યારો


તો બાપડો સેધેસીધો દેર દેરાનીની સાચવણ સાટુ થઈને જ આવ્યો ને ચાલ્યો ગયો. મંછા ભૂત ને શંકા ડાકણ ! કહેતી કાંઈ ખોટી છે !

એમ વિચારતે વિચારતે, બેઠાં બેઠાં જ એ ઝોલે ચડી ગઊ, ને ઘડીક ભાસ્કર, તો ઘડીક અનસુનાં સ્વપ્નાં જોતી જોતી પોતે લાદી ઉપર જ ઢળી ગઈ. તે પછી છેક રાતના એક વાગે મોટરના ધમધમાટ થયા ત્યારે ભદ્રાએ દીવો પેટાવ્યો, દ્વાર ઉઘાડ્યાં, દ્વારની પાછળ લપાઇને પોતે ઉભી રહી પહેલા દિયર દાખલ થયા, તે પછી દેરાણી અંદર આવી; ને ત્રીજો માણસ મોટરમાં જ બેસી રહ્યો. પાછળ રહેલી કંચને કહ્યું, 'અંદર નહિ આવો ભાસ્કરભાઈ ?'

'ના હવે નહિ. સૂઈ જાઓ નિરાંત કરીને. નીકર માંદા પડશો.'

એટલું કહી ભાસ્કરે ગાડી હંકારી મૂકી. ત્યારે ભદ્રા બારણાં આડે લપાઈને ભાસ્કરને જ જોતી હતી.

કંચન અંદર આવી ત્યારે ભદ્રાએ એને એક જ પ્રશ્ન પૂછ્યો: 'કેટલા, ઘણાં સાદ પાડવા પડેલા, હેં?'

'ના, ના, અમે સાદ પાડ્યા જ નથી.'

એટલું જ ફક્ત બોલીને કંચન અંદર ચાલી ગઈ. એ એટલું પણ કાં ન બોલી કે 'ભાભીજી, તમારે સૂતાં જાગવું પડ્યું ને ! તમારે તે ઊંઘ કેટલી હળવી ! મોટરના અવાજે જ જાગી ઊઠ્યાં ! કે પછી તમે અમારી વાટમાં ને વાટમાં પૂરૂં સૂતાં યે શાનાં હશો?'

આવું કશું ય કહ્યા વગર ચાલી ગયેલી કંચન ઘરમાંથી બહાર નીકળતી વેળાની કંચન કરતાં છેક જ જુદી પ્રકૃતિનું માનવી લાગી. તોછડી દેખાઈ. મિજાજી માલુમ પડી. શહેરી અને ભણેલ ગણેલ માણસનો કાંઈ ધડો છે બૈ? એમ વિચાર કરતી દિલમાં જરી