આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૯ મું. Suffer and he strong Anon. ઈન્દનું લગ્ન પિનાકી સાથે થયું ત્યારે ઉષાકાન્ત અલ્હાબાદ હતા અને લગ્ન ઉપર આવી શક્યા નહેાતેા. લગ્ન જેવા શુભ પ્રસંગે પેાતાના અંગતનું કાઈ સ્નેહી શુભેચ્છા દર્શાવવા નહિ એ ઈન્દુને લાગ્યું હતું. પરન્તુ ઈન્દુને સ્વભાવ મનમાં સ્હેમજી બેસી રહેવાના હતા. ઈન્દુમાં દયાકેારનાં સંરકાર પડ્યા હતા અને એ સંસ્કાર ઉષાકાન્તે ખિલવ્યા. ઈન્દુ ઉત્તમ પત્ની, માતા થાય એ જોવા ઉષાકાન્તની ઇચ્છા હતી અને ધીમતને પરણી સુખી હશે એમ માનતા પરન્તુ ધીમતને બદલે પિનાકી મળ્યે, પિનાકી લગ્નને દિવસે જ રીસાયા, હેના મ્હોટા ભાઇના ક્રોધ દૃષ્ટિગોચર થયા. લગ્ન થયા પછી પત્ની, પત્નીનાં માબાપ, સગાંવ્હાલાં આપણુા દાસ છે અને એમના ઉપર જેટલા તગાને કરીએ એટલે એછે એમ સામાન્ય માન્યતા છે. અલબત્ત સ્વમાન જાળવવાની સર્વેને ઉમેદ હૈાય અને એ જાળવવા પે જેટલી વર્તણૂક થાય તે યોગ્ય છે. સરળતા, બહુ સરળતા સહન કરી અને મજબુત થાઓ.