આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. નિ:શબ્દ જડ છબી–અચેતન મૂર્તિ કરતાં અંદર રહેલા આત્મા પ્રત્યે સદ્ભાવ હોય, પ્રેમ હોય, તે આશ્વાસન આપી શકે છે. માર્ગદર્શક થઈ શકે છે. આંતવૃત્તિના ઉપર કેમલ અસર કરી શકે છે તે હેણે આજ જાણ્યું. પોતાની બહાલી માતાના આત્મા સાથે વાત કરી રહ્યા ત્યાં બારણું ઉઘાડી મથુ- રીયે દાખલ થયે અને કહ્યું – ભાઈ! દયારબહેને સર્વ હકીકત જાણી છે; એમને જીવ હમારામાં છે. બધાંયે ના કહે છે તે પણ હમજતાં નથી. મહને અહીં મોકલ્યો છે અને કહ્યું છે કે “મે જરાયે ગભ- રાશે નહિ. મહારે શરીરે સારું છે. મે મારું શરીર સંભા- ળજે. કંઈ હરકત પડે તે આ કુંચીથી મહારી પેટી ઉઘાડ અને તેનો ઉપયોગ કરતાં સંકોચાશે તે હું બહાલી નથી એમ સમજીશ. એને જરૂર પડે ઉપયોગ ન કરે તે મારા સમ.” પ્રીતમભાઈ! આ વાત ઘરમાં કોઈ જાણતું નથી. દયા- બહેનને હેં રમાડેલાં તેથી જ મહને આ ખાનગી રીલે કહેવા મેકલ્યો છે. મારા જેવું કામકાજ બતાવજે. હમારે કાંઈ ના ! એટલું જ કહેજે કે મારી ફિકર ન રાખે અને શરીર સંભાળી જલદી આવે એટલે નિરાંત. જરૂર પડે કુંચીને ઉપયોગ કરીશ. મથુરા એમની તબીયત બરાબર ઠીક થાય ત્યાં સુધી વખતે વખત ખબર કરજે.” મથુરીયે ચાલ્યા ગયે પણ પાછળ જે સંસ્કારે મૂકતે ગમે તે પ્રીતમલાલને વધારે નમ્ર બનાવવા, વધારે ગળગળો બનાવવા બસ હતા. સુવાવડના હજી તે માંડ બે દિવસ થયા છે. શરીર નબળું છે છતાં ત્યાં