આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૩ જી. પૂર્વશ્થા (ચાલુ) ~RE - “જીવનનાં કેટલાંક વર્ષ વીત્યાં. કેટલાં? તે કોણ કહેશે? “પ્રભે કેટલાં? – મહારે કામે શું છે ? અનન્ત કાલશ્રેણિમાં હું જન્મ્યો છું, અનન્ત કાલશ્રેણિમાં હું સમીશ. “પ્રભે! એટલી જ યાચના છે કે “હારા ચરણ શરણમાં વિરામું;” કવિ ન્હાનાલાલ દલપતરામ. પ્રીતમલાલનું જીવન અમદાવાદ આવ્યા પછી પલટાયું; ભરૂચમાં દશાના પરિણામે જ્ઞાતિવાળા તેમ જ બીજા દયા ખાતા હતાં; બીચારે” ઉપનામ ઘડીએ ઘડીયે વપરાતું; અમદા- વાદમાં નવે જ ઉત્સાહ લાગત; પિતાની જ્ઞાતિના માણસે હતાં છતાં ત્યાં પ્રીતમલાલને સરકારી નોકરીને લીધે સન્માન મળતું હતું; નિશાળ અગર પાઠશાળામાં અભ્યાસ કરતા બળે ચચ્ચાર વર્ષ નપાસ પડતાં વિદ્યાર્થીઓ એની એ નિશાળમાં એના એ વર્ગમાં પોતાની જાતને તુચ્છ હમજે છે અને જ્યારે બીજી નિશાળમાં અથવા પરગામ જાય છે ત્યારે હેમનામાં ને જ ઉત્સાહ આવતે કોણે નથી જે ? નવી સ્થિતિમાં