આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ સ્થા. લાગી; દૂરથી મંદિરમાં થતી આરતિના અવાજો કાનની સામે અથડાવા લાગ્યા; હવા સ્થિર થઈ હતી; અને સર્વત્ર તિમિર- અન્ધકાર આનંદને બદલે ગમગીની ઉત્પન્ન કરે એ દેખાવ થઈ રહે એ સમય થયો હતો, એટલામાં માણસેના ધબકારા- પગરવ સંભળાયા. બારણું ઉઘડ્યું અને તેની સાથે પાંચ સાત માણસેએ ઉપાડેલા છે એવી સ્થિતિમાં પ્રીતમલાલ દરમાં દાખલ થયા. ઉષાકાન્ત અને પ્રભાકર ઓરડામાંથી એકદમ બહાર આવ્યા અને પ્રીતમલાલને જોતાં જ આભા થઈ ગયા; પ્રભાકર ધીરૂભાઈને ખેળવા નિકળી પડ્યો અને પ્રીતમલાલને એરડામાં લઈ જઈ સૂવાડ્યા. પ્રીતમલાલને દયાકે ઉચ્ચ સ્વભાવથી એટલાં તે પ્રિય થઈ પડ્યાં હતાં કે પ્રીતમલાલને કાંઈ થયું છે એ સાંભળતાં જ તમામ પાડોશીઓ ઘરમાં ભરાઈ ગયાં. નેહથી ખબર પૂછવા આવેલાને કહાડી મૂકવા એ હિન્દુ- સંસારમાં અયોગ્ય લેખાય છે; માંદા માણસ પાસે ભીડ ન કરવી એ આરોગ્યવિદ્યામાં તેમ જ દાકતરેને મહેઢે સાંભળેલું હોવાથી ઉષાકાન્ત વિચારમાં પડયો હતો. થોડીવાર પછી માણસે વિખરાયા; ધીરજલાલ આવ્યા; અને હકીક્ત શી બની તે છવા લાગ્યા. પ્રીતમલાલ એક ઓળખીતા વકીલને ત્યાં આજે બપોરના ગયા હતા; એ વકીલ પાસે બે ત્રણ કલાક રહ્યા હતા; શામાટે રહ્યા હતા તેની કેઈને ખબર ન હતી પરંતુ કાંઈક કાગળીયાં ઘેરથી લઈ ગયા હતા એટલું સર્વ જાણતા હતા. વકીલને ત્યાંથી નીકળી પ્રીતમલાલ હીમાભાઈ ઈ-સ્ટીટયુટમાં બેઠા; ટાઇમ્સ એફ ઈન્ડીયા વાંચતા હતા તેવામાં છાતીમાં એકાએક સણકે