આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૨ ઉષાકાન્ત. ઉષાકાન્ત અને પ્રભાકર પગ ઉપર હાથ ફેરવવાનું કામ કરવા લાગ્યા. એટલામાં પ્રીતમલાલના પછાડા નરમ પડવા લાગ્યા. દયા ! પ્રભુ ! એટલા શબ્દ નીકળતાની સાથે છાતીના દદથી બેઠા અને ઉપાકાત અને પ્રભાકરની વચ્ચે ઊંધે માથે સૂતે. છાતીમાં વળી દરદ ઉપવું. ચતે થયો અને હેની સાથે “શિવ! હર!' કરતે થાકીને પડ્યો. “શિવ! હર!'ની બુમની સાથે જ આખું કુટુંબ પ્રીતમલાલની આસપાસ ફરી વળ્યું અને અધ- પડીમાં પ્રીતમલાલને આમા, દયારના સ્નેહયુક્ત આમાને વિયોગ સહન ન કરી શકવાથી તેને મળવા સ્વર્ગમાં ગયો. એક વખતે માતા અને પિતાના મૃત્યુથી ધીરજલાલ બેબાકળો થઈ ગયે. ઉષાકાન્ત અને પ્રભાકર તે મુક્ત કર્યો રડવા લાગ્યા અને આખા કુટુમ્બમાં સંધ્યાકાળ વખતે ત્રાસ વર્તી રહ્યું. રડારોળ સાંભળતાં આડોશી પાડોશી દેડી આવ્યાં અને દયાકાર અને પ્રીતમલાલના મૃત્યુસમાચાર જાણતાં જ દિલગીર થયાં. “બાઈ કેવી ભાગ્યશાળી! ચુડી ચાંલ્લા સાથે ગઈ! એક દિવસને ફેર પડત તે વિધવા કહેવાત. જેવાં અહીં સુખી હતાં હેવાં જ ઈશ્વરને ત્યાં સુખી થવાં ગયાં.” “એક જ ચિતામાં પતિની સાથે બળી મરવાનું કેવું ભાગ્ય!” “કરાં બીચારો હેરાન થયાં.” આવા ઉદ્ગારે નિકળવા લાગ્યા. ધીરજલાલ એટલે તે ગભરાઈ ગયો હતો કે છોકરાને છાના રાખવા, શાન કરવા, બન્ને શબને માટે જોઇત સામાન મંગા- વવા વિસરી ગયો હતો અને માતાપિતાના શબની પાસે એક ન્હાના છોકરાની પેઠે રેયાં કરતે હતે. પ્લેગ આદિ દુષ્ઠ રોગને લીધે એક કુટુમ્બમાંથી સાથે સાથે પાંચ પાંચ સાત સાત માણસ મૃત્યુવશ થતાં સાંભળ્યા પછી