આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. ૪૫ એટલામાં દૂર ઝાંઝપખાજના અવાજ, મશાલનાં અજવાળાં અને “જય હરી” “જય રામ” “સીતારામ” ના બુભાટા આવવા લાગ્યા. મધ્ય રાત્રિના સમયમાં મશાનમાં આ ધાંધળ શું એ જોવાની સર્વને ઉત્કંઠા થઈ ઉચુ જોતાં જ લેકનું ટોળું આવતું દેખાયું. પાંચ સાત મશાલોના તેજમાં વાંસ ઉપર બાંધેલી ખુરસીમાં મૃત સાધુ જણ. ગરદમ ગુલાલ ઉડતો હતે અને “જ્ય રામ” ને સ્વનિ નિકળતા હતા. પ્રીતમ- લાલ અને દયાકોરના મૃત્યુ અને આ સાધુના મૃત્યુમાં શો ફેર ? એકમાં કકળાટ, શેક ત્યારે અન્યમાં આનંદ કેમ ? ઉષાકાત! જોયું કે? આ કેવા આનંદથી આવે છે અને આપણામાં કેવી રડાકૂટ? ઈવનિંગપાર્ટીનું આમંત્રણ આવે ત્યારે કેવા આનંદથી જઈએ છીએ અને કેવા આનંદથી આપણું પરિ- જને મેકલે છે ? તે આ ઈશ્વરને ત્યાં જવા માટે આપણે શા માટે આટલે કંકાસ કરે ? પ્રભાકર ! હારું કેવું ખરું છે. પણ ઈવનિંગપાર્ટીમાં આનંદ છે અને ત્યાંથી પાછી મળીશું એવી ખાત્રી છે અને મૃત્યુ પછી શું થાય છે અને પછી મળીશું કે કેમ એ શકહેવાથી જ દીલગીરી થાય છે.” એ તે ઠીક ! પણ ક્યાં ગયા વિના છૂટકે નથી તેમાં દિલગીરી શી?” ભાઈ ! આ સાધુને માટે દિલગીરી નથી એનું કારણ એ જ કે એને આગળ પાછળની જંજાળ નથી. બેકન કહે છે કે મેત ભયંકર નથી પરંતુ હેની આગળ પાછળની સ્થિતિ જ ત્રાસ ઉત્પન્ન કરે છે.” આમ વાતે ચાલતી હતી ત્યાં સાધુને અગ્નિ સંસ્કાર થયે અને “જય રામ” તેમ જ ઝાંઝપખાજના