આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. બુદ્ધદેવને આવેલા આ વિચાર ઉષાકાતને આવ્યા; અને ક્ષણભર સંસાર ઉપરથી મેહ ઉતરી ગયા. દયાકોર અને પ્રીતમલાલના અવશેષને નદીમાં નાંખી સર્વ મંડળ ઘર તરફ વન્યું. એ રાત્રિ પ્રીતમલાલના કુટુમ્બમાં શોકમાં જાય એમાં નવાઈ નહિ. ગુલાબને માથે જવાબદારી આવી હતી ખરી પણ સ્વતંત્રતાના વિચારે પળવાર ખુશાલી થઈ હતી. દિવસ પછી દિવસ જવા લાગ્યા; ઉત્તરક્રિયા–બ્રહ્મભેજન આદિ લેક લાજે કરવું જોઈએ એમ ગુલાબને દુરાગ્રહ હોવાથી ધીરજલાલે ન છૂટકે કર્યું. ઉષાકાન્ત, પ્રભાકરના મનમાંથી દયાકેર તથા પ્રીતમલાલ ખસ્યાં નહેતાં; ધીરજલાલ “મા બાપની બેટ તે. હિમેશ પડવાની, પણ શું કરીએ?' કહી શાન્તિમાં દિવસ નિર્ગમન કરતા હતા. પણ ગુલાબના મનમાં ચિત્રવિચિત્ર વિચાર થતા હતા. પ્રીતમલાલ જવાથી આવકનું મેટું સાધન ગુમ થયું હતું, અને કુટુમ્બને ભાર ધીરજલાલના ટુંકા પગાર ઉપર હતે. “ડોસા પાસે કાંઈ પુંછ હશે કે કેમ તે ગુલાબના મનમાં હમેશાં થયાં કરતું હતું અને તેટલા માટે પ્રીતમલાલને ઇતરે ઉઘાડવા તલપાપડ થયાં કરતી હતી. ધીરજલાલે બન્યું ત્યાં સુધી તે લંબાવ્યાં કર્યું પણ આખરે સ્ત્રીની હઠ આગળ ચાલ્યું નહિ. ઇતરે ઉઘાડતાં ખાનામાંથી બેંકની બે ચોપ- ડી-હીસાબની પડી અને એક બંધ પરબીડીયું ભળી આવ્યાં. બેંકની ચાપડી જતાં એક પ્રીતમલાલના નામની હતી અને બીજી દયાકરના નામની હતી. દરેકની અંદર ચાર ચાર હજારની રકમ જોતાં ગુલાબના મનમાં ગલગલીયાં થવાં લાગ્યાં. બંધ પરબીડીયું ઉઘાડતાં પત્ર નીકળે હેની અંદર પ્રીતમલાલે જણાવ્યું હતું કે “પોતે દયાકરની અગાઉ ગુજરી