આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બંદર ઉપર. ૫૧ ડી પુરીઓ તથા અથાણું હતું. હામે પડેલા ધુળવાળા ચહાના સ્ટવ ઉપર વગર મંજાયેલી તપેલી મૂકી દુધ લાવવા માટે ચાકર ચાલે ખેાળતા હતે; પુત્રી સરોજ પેટીમાંથી એક પછી એક ઓરણું–કબજા કાઢતી હતી અને આ પહેરું કે પેલું એમ વિચાર કરતી મૂક કરતી હતી; સરેજની માતા શિવલમી કાલ સવાર સુધીમાં શી રીતે તૈયાર થઈ રહેવાશે? હજી લુગાં આવ્યાં નથી. આવે વેશે તે કેમ જવાય? આબરૂ જાય. બન્યું બે દિવસ અગાઉથી પણ ન અવાયું– એમ બબડતી ફફડતી ધરમાં ઠીકઠાક કરવા મથતી હતી. સરોજના પિતા બાલકરામ અલ્હાબાદમાં કેમીસરીએટ ખાતામાં હેટા અધિકારી હતા અને તેથી તેઓ અલ્હાબાદ જ રહેતા; શિવલક્ષ્મીને ભાઈ વિલાયત જતા હોવાથી અને એકના એક ભાઈ ઉપર વધુ સ્નેહ હોવાથી ભાઈને મળવા શિવલક્ષ્મી સરોજને સાથે લઈ મુંબાઈ આવી હતી. બાલકરામનું મૂળ વતન અમદાવાદમાં હતું પણ ઘણું વખતથી મુંબાઈ રહે; નોકરી પર અલ્હાબાદ રહેવું પડતું પણ રજાના દિવસે મુંબા- છમાં જ ગાળતે. મુંબાઈમાં ઉપર કથિત મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં જે તે સામાન રાખેલ હેવાથી એને અથવા મહેમાનને ત્યાં જ ઉતરવાનું થતું. શિવાલક્ષ્મી પોતાના ભાઈને મળવા બહુ ઉસુક હતી, અને તેટલા જ માટે બે ચાર દિવસ વહેલી અલહાબાદથી નિકળી હતી પરંતુ, કાંઈ અચાનક કારણને લીધે હેને અજમેર રહેવું પડ્યું હતું. મુંબાઈવિલાયતની મેલ જવાના એક દિવસ પહેલાં આવી પોંચી; ઘર સાફ કરાવવું, લાંબી મુસાફરીને થાક ઉતારે, સાજને મુંબાઈથી બે લુગડાં