આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૪ ઉષાકાત. કિન્નામાં તે આપણાથી કેમ રહેવાય? બળી એ કરી. આ આ વાત. આખરે સાંજના છ વાગે વિખરાયાં. “અત્યારે વાલ- કેશ્વર જઈએ ક્યારે અને આવીએ જ્યારે ? બંદર ઉપર જ મળીશું” એમ નક્કી કરી ભાઈને મળવા જવાને વિચાર માંડી વાળે. રહવારના દસ વાગ્યામાં શિવલી પરવારીને બેઠી હતી; સરાજ પણ લુગડાં પહેરી તૈયાર થઈ હતી; “મામાને ત્યાંથી ગાડી કેમ ન આવી ગાડીઓને અવાજ થાય કે ગાડી આવી” એમ વિચાર થતે, બહારીયે ડેકીમાં થતાં અને નિરાશ થઈ સર્વ બેસી જતાં. એમ કરતાં સાડા દસ વાગ્યે ગાડી આવી. એક માણસ ઉપર આવ્યું. ચીઠી આપી બંદર ઉપર લઈ જવા આવ્યો છું.” એમ કહી ઉભે રહે, રાત્રે ન આવી તેટલા માટે ભાઈએ સહેજ ઠપકે લખ્યું હતું. વિલાયત જેવા દૂર દેશ જવાનું ને ન મળાય તે ઠીક નહિ એમ અણસારે કરી બે અક્ષર લખ્યા હતા; ભેળા અને ભાઈના નેહથી સિંચિત થયેલી શિવલક્ષ્મીનું હૃદય ભરાઈ આવ્યું. આંસુ આવ્યાં અને કાણું જાણે કયાંથીએ સાંજરે મળવા આવ્યાં હતાં એમ મનમાં થતાની સાથે જ ભાઈ વિલાયત જાય છે, કોણ જાણે ક્યારેયે ફરીને મળીશું એ લાગણું થઈ આવી. ડીકવારે શાન્ત થયા પછી આવેલી ગાડીમાં શિવલમી અને સરોજ બંદર તરફ ગયાં. દસ વાગ્યાથી કનક બંદર ઉપર આજ ભારે ધામધુમ હતી; ઉતારૂઓના જવાના વિભાગમાં એક પછી એક ભપકાદાર ગાડીઓ આવવા લાગી હતી; યુરોપીઅન પુરૂષોની સંખ્યા